રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

વડોદરા મંડળ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસનું આયોજન

Posted On: 29 OCT 2021 5:24PM by PIB Ahmedabad

પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન ખાતે રાષ્ટ્રીય એકતા દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. ડીઆરએમ, વડોદરા ડિવિઝન શ્રી અમિત ગુપ્તા એ ઉપસ્થિત તમામ અધિકારીઓ અને રેલવે કર્મચારીઓને રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવા અને સમગ્ર દેશવાસીઓમાં આ સંદેશ ફેલાવવા માટે પોતાને સમર્પિત કરવાના શપથ લીધા હતા. લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની દીર્ઘદ્રષ્ટિ અને દેશની એકતા અને અખંડિતતા જાળવવામાં તેમના મહાન યોગદાનને પણ તેમણે કરેલા કાર્યો દ્વારા યાદ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ઉપસ્થિત તમામ રેલ્વે કર્મચારીઓએ દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોતાનું યોગદાન આપવાનો સંકલ્પ લીધો હતો.


(Release ID: 1767555)