રેલવે મંત્રાલય
પશ્ચિમ રેલવે અમદાવાદથી બરૌની વચ્ચે દોડશે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનની ચાર ટ્રીપ
Posted On:
03 NOV 2021 6:13PM by PIB Ahmedabad
પશ્ચિમ રેલવે દ્વારા આગામી છઠ પૂજા તહેવારને ધ્યાનમાં રાખીને મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદથી બરૌની વચ્ચે સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનની કુલ 04 ટ્રીપ વિશેષ ભાડા સાથે ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:-
ટ્રેન નં 09425 / 09426 અમદાવાદ-બરૌની-અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ (કુલ ટ્રીપ)
ટ્રેન નંબર 09425 અમદાવાદ- બરૌની સ્પેશિયલ અમદાવાદ થી ૦૭ અને ૧૪ નવેમ્બર 202l રવિવારના રોજ સવારે 15:25 ઉપડી ત્રીજા દિવસે મંગળવારે 5:00 વાગ્યે બરૌની પહોચશે . તેવી જ રીતે બરૌની થી અમદાવાદ સ્પેશિઅલ રીટર્નની ટ્રેન નંબર 09426 તારીખો ૦૯ અને ૧૬ નવેમ્બર ૨૦૨૧ મંગળવારના દિવસે સાંજે 17:45 ઉપડી પછી ત્રીજા દિવસે ગુરુવારે સવારે 10:00 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં છાયાપુરી, ગોધરા, રતલામ, કોટા, ગંગાપુર સિટી, ભરતપુર, અછનેરા, મથુરા, કાસગંજ, ફરુખાબાદ, કાનપુર સેન્ટ્રલ, એશબાગ, બારાબંકી, ગોંડા, બસ્તી, ગોરખપુર, દેવરિયા સદર, સિવાન જંક્શન, છપરા, હાજીપુર, મુઝફ્ફરપુર અને સમસ્તીપુર સ્ટેશનો પર રોકાશે.આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને સેકન્ડ સીટીંગના આરક્ષિત કોચ હશે.
ટ્રેન નંબર 09425 ની બુકિંગ 04 નવેમ્બર , 2021 માટે નિયુક્ત PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ઉપરોકત ટ્રેન વિશેષ ભાડાં પર સંપૂર્ણ રીતે આરક્ષિત સ્પેશિઅલ ટ્રેન ના રૂપ માં ચાલશે.
સ્પેશિઅલ ટ્રેનના સમય, વિરામ, પ્રવાસીઓ માળખાની વિગતવાર વિશેષ જાણકારી માટે www.enquiry.indianrail.gov.in પર અવલોકન કરી શકાશે. પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોને બોર્ડિંગ , પ્રવાસ અને ગંતવ્ય દમિયાન કોવીડ-19ને સંબંધિત બધા નિયમો અને SOPs નું પાલન કરવા અનુરોધ કરવામાં આવે છે.
SD/GP/JD
(Release ID: 1769251)
Visitor Counter : 184