સંરક્ષણ મંત્રાલય
azadi ka amrit mahotsav

દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ વિક્રમ સિંહે વડોદરાના એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી

प्रविष्टि तिथि: 24 NOV 2021 8:25PM by PIB Ahmedabad

દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ વિક્રમ સિંહે 23 નવેમ્બર 2021થી 24 નવેમ્બર 2021 દરમિયાન વડોદરાના એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી હતી. વડોદરા એરફોર્સ સ્ટેશનના એર ઓફિસર કમાન્ડિંગ એર કોમોડોર પી.વી.એસ. નારાયણ તેમના સ્વાગતમાં આવ્યા હતા.

 

એર માર્શલના આગમન સમયે ગાર્ડ ઓફ ઓનર આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે એરફોર્સ બેઝના પરિચાલન ઇન્સ્ટોલેશન્સની મુલાકાત લીધી હતી અને પરિચાલનની તૈયારીઓનું મૂલ્યાંકન કર્યું હતું. તેમણે જરૂરિયાતપૂર્ણ પરિચાલન સ્થિતિઓમાં ‘માનવીય સહાય અને રાહત’ પ્રદાન કરવામાં સ્ટેશન દ્વારા નિભાવવામાં આવતી ભૂમિકાની પ્રશંસા કરી હતી. એરમાર્શલે બેઝના તમામ કર્મીઓને પરિચાલનના તમામ પાસાઓમાં વ્યાવસાયિકતાની સાથે સાથે અમૂલ્ય એરોસ્પેસ સલામતી રેકોર્ડ જાળવી રાખવા માટે અનુરોધ કર્યો હતો.

SD/GP/JD


(रिलीज़ आईडी: 1774793) आगंतुक पटल : 118