વિદ્યુત મંત્રાલય
BEE દ્વારા નવસારી, બનાસકાંઠા તથા વાઘોડિયામાં રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધા યોજાઈ, કુલ 889 સ્ટુડન્ટ્સે ભાગ લીધો
Posted On:
05 DEC 2021 12:50PM by PIB Ahmedabad
બ્યુરો ઓફ એનર્જી એફિસિયન્સીની વેબસાઈટ પર તારીખ 01.11.2021 થી 30.11.2021 સુધી રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધામાં ભાગ લેવા માટે ગુજરાત રાજ્યની સ્કૂલો તથા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ દ્વારા રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.

ભારત સરકારના વિદ્યુત મંત્રાલય, બ્યુરો ઓફ એનર્જી એફિસિયન્સી દ્વારા પ્રેરિત તથા પાવર ગ્રીડ, ગુજરાત દ્વારા આયોજિત આ રાજ્ય કક્ષાની ચિત્ર સ્પર્ધા-2021 તારીખ: 04.12.2021ના રોજ ગુજરાતના મોટાભાગનાં જિલ્લાની કુલ 21 રજિસ્ટર્ડ સ્કૂલ તથા પાવરગ્રીડના 03 કેન્દ્રો (નવસારી, બનાસકાંઠા તથા વાઘોડિયા) પર યોજવામાં આવી હતી. જેમાં કુલ 889 વિદ્યાર્થી તથા વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો.

આ ચિત્ર સ્પર્ધા બે ગ્રુપ માં યોજાઈ હતી : ગ્રુપ -A (ધો. 5,6,7) તથા ગ્રુપ -B (ધો. 8,9,10). આવનારા 5 થી 6 ડિસેમ્બર, 2021 દરમિયાન ગુજરાતની બાકી રજિસ્ટર્ડ સ્કૂલ તથા પાવરગ્રીડના 03 કેન્દ્રો (દહેગામ, ભચાઉ તથા રાજકોટ)માં પણ આ જ રીતે સ્પર્ધાઓ યોજવામાં આવશે.

ગુજરાતના મોટાભાગના રજીસ્ટર્ડ પ્રતિસ્પર્ધીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક આ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને કાર્યક્રમને સફળતાપૂર્વક યોજવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.
SD/GP/JD
(Release ID: 1778217)
Visitor Counter : 155