રેલવે મંત્રાલય
અસારવા-હિંમતનગર ડેમુ ટ્રેનના સંચાલનના સમયમાં ફેરફાર
Posted On:
20 DEC 2021 10:39PM by PIB Ahmedabad
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર મુસાફરોની માંગને ધ્યાનમાં રાખીને અસારવા - હિંમતનગર ડેમુ ટ્રેનના સંચાલન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છેઃ-
ટ્રેન નંબર ૦9401(79401) અસારવા - હિંમતનગર ડેમુ ટ્રેન 21 મી ડિસેમ્બર 2021 થી અસારવાથી 18:30 કલાકે ઉપડશે અને 20:45 કલાકે હિંમતનગર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નં. 09402(79402) હિમતનગર - અસારવા ડેમુ ટ્રેન 22મી ડિસેમ્બર 2021 થી હિંમતનગરથી 07:00 કલાકે ઉપડશે અને 09:15 કલાકે અસારવા પહોંચશે. બંને દિશામાં માર્ગમાં આ ટ્રેન સૈજપુર, સરદાર ગ્રામ, નરોડા, મેદરા, ડભોડા, નાંદોલ દહેગામ, જાલિયા મઠ, રખિયાલ, ખેરોલ, તલોદ, ખારી અમરાપુર, પ્રાંતિજ, સોનાસણ, હાપા રોડ સ્ટેશનો પર ઉભી રહેશે.
મુસાફરો સંચાલન સમય, સ્ટોપેજ અને ટ્રેનના બંધારણ સંબંધિત વિગતવાર માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. પશ્ચિમ રેલવેએ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન COVID-19 સંબંધિત તમામ ધોરણો અને SOPsનું પાલન કરવા વિનંતી કરી છે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1783663)