મંત્રીમંડળ
azadi ka amrit mahotsav

મંત્રીમંડળે ભારતના સ્પર્ધા પંચ અને મોરિશિયસના સ્પર્ધા પંચ વચ્ચેના સમજૂતી કરારને મંજૂરી આપી

प्रविष्टि तिथि: 22 DEC 2021 5:23PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા આજે, ભારત અને મોરેશિયસ વચ્ચે સ્પર્ધા કાયદા અને નીતિને પ્રોત્સાહન આપવા અને પારસ્પરિક સહકારને વધુ મજબૂત બનાવવા માટે ભારતીય સ્પર્ધા પંચ (CCI) અને મોરેશિયસ સ્પર્ધા પંચ (CCM) વચ્ચે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષરને મંજૂરી આપવામાં આવી છે.

અમલીકરણની વ્યૂહરચના અને લક્ષ્યો

MoUનો ઉદ્દેશ બંને દેશો વચ્ચે માહિતીના આદાન-પ્રદાન, શ્રેષ્ઠ આચરણોના શેરિંગ અને ક્ષમતા નિર્માણને લગતી પહેલો દ્વારા સ્પર્ધા કાયદા અને નીતિની બાબતોમાં પારસ્પરિક સહકારને પ્રોત્સાહન આપવા અને તેને મજબૂત બનાવવાનો છે. તેનો ઉદ્દેશ, ટેકનિકલ સહકાર, અનુભવનું આદાનપ્રદાન અને અમલીકરણ સહકારના ક્ષેત્રોમાં પારસ્પરિક સહકારને પ્રોત્સાહન આપવાનો પણ છે. તેના પરિણામોથી ગ્રાહકોને મોટા પ્રમાણમાં ફાયદો થશે અને તેનાથી હિસ્સેદારી તેમજ અને સર્વસમાવેશીતાને પ્રોત્સાહન મળશે.

અસર:

CCI અને CCM વચ્ચે કરવામાં આવેલા MOUથી આ અપેક્ષા છે:

  1. આંતરરાષ્ટ્રીય વેપારને અસર કરતા પ્રતિસ્પર્ધાત્મક નિયંત્રણોનો ઉકેલ લાવવો;
  2. CCI દ્વારા સ્પર્ધા અધિનિયમ, 2002ના અમલીકરણમાં સુધારો કરવો;
  3. સ્પર્ધા નીતિની સમજણને પ્રોત્સાહન આપવું;
  4. ક્ષમતા નિર્માણ કરવું;
  5. રાજદ્વારી લાભો લાવવા;

ભારત પક્ષે કોર્પોરેટ બાબતોનું મંત્રાલય, ભારતીય સ્પર્ધા પંચ અને સામે પક્ષે મોરેશિયસ સ્પર્ધા પંચ આ સમજૂતી કરારના મુખ્ય લાભાર્થી રહેશે.

પૃષ્ઠભૂમિ:

સ્પર્ધા અધિનિયમ, 2002ની કલમ 18 CCIને પોતાની ફરજો નિભાવવા માટે અથવા અધિનિયમની મર્યાદામાં પોતાની કામગીરીઓ કરવા માટે કોઇપણ વિદેશની કોઇપણ એજન્સી સાથે સમજૂતી કરાર કરવાની અનુમતિ આપે છે.

SD/GP/JD


(रिलीज़ आईडी: 1784334) आगंतुक पटल : 276
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: हिन्दी , English , Urdu , Marathi , Bengali , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam