રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલ દ્વારા વડોદરા વિભાગના સુરત - વડોદરા રેલ્વે વિભાગનું વાર્ષિક નિરીક્ષણ

Posted On: 24 DEC 2021 5:22PM by PIB Ahmedabad

વડોદરા વિભાગના સુરત-વડોદરા રેલ્વે ખંડનું વાર્ષિક નિરીક્ષણ પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલ દ્વારા કરવામાં આવ્યું હતું. સુરત-વડોદરા રેલ્વે ખંડ ના નિરીક્ષણ દરમિયાન, શ્રી કંસલે રેલ્વે ક્રોસીંગ અને નાના પુલ, પોઈન્ટ અને ક્રોસીંગ ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકીંગ અને વળાંક વગેરેની ઝીણવટભરી તપાસ કરી હતી. શ્રી કંસલે કોસંબા, કીમ, અંકલેશ્વર, ભરૂચ અને વડોદરા સ્ટેશન પર પેસેન્જર સુવિધાઓનું પણ નિરીક્ષણ કર્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન, જનરલ મેનેજર શ્રી કંસલ સાથે, વિવિધ વિભાગોના મુખ્ય વડાઓ અને વડોદરા વિભાગના ડીઆરએમ શ્રી અમિત ગુપ્તા, વરિષ્ઠ શાખા અધિકારીઓ અને રેલવે કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

વડોદરા ડિવિઝનના પીઆરઓ પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે શ્રી કંસલે સુરત અને ઉતરાણ વચ્ચેના સ્ટીલ ગર્ડર બ્રિજ (બ્રિજ નંબર 452) કીમ યાર્ડ ખાતે પોઇન્ટ ક્રોસિંગ એન્જિનિયરિંગ અને ટીઆરડી ગેંગ અને સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું અને રેલ સેફ્ટી પર આધારિત શેરી નાટકો પણ નિહાળ્યા હતા. તેમણે કોસંબા સ્ટેશન પર મધુબની આર્ટ પેઇન્ટિંગ્સની પણ મુલાકાત લીધી હતી અને ગાર્ડનનું ઉદ્ઘાટન કર્યું હતું. દરમિયાન અસામાન્ય સંજોગોમાં કયા ઉપાયો અપનાવવા જોઈએ તેના વિષય પર લખાયેલ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું અને હાઇ સ્પીડ ટ્રેનના બેચ માર્કિંગના ઊર્જા વપરાશ પર સોફ્ટવેરનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પાનોલી સ્ટેશન પર, તેમણે રેલ્વે ક્રોસિંગ નંબર 169 નું નિરીક્ષણ કર્યું અને ઇલેક્ટ્રિકલ જનરલ સર્વિસીસ પર તૈયાર કરાયેલ પ્રશ્ન પુસ્તિકાનું વિમોચન પણ કર્યું. તેમણે અકલેશ્વર ખાતે વળાંક અને ભરૂચ ખાતે નેરોગજ કમાન બ્રિજ નંબર 500 A નું સંપૂર્ણ નિરીક્ષણ કર્યું હતું. દરમિયાન તેમણે અંકલેશ્વર ખાતે બનાવવામાં આવેલ ઓપન એર જીમ અને ગાર્ડન લાઈટિંગ અને હાઈ વોલ્યુમલો સ્પીડ (HVLS) પંખાનું પણ -ઉદ્ઘાટન કર્યું હતું. અને સ્ટેશન બિલ્ડીંગમાં  સ્થાપિત કરેલ લાઈટિંગ -ઉદ્ઘાટન કર્યું હતું  છે.

શ્રી કંસલે ભરૂચ સ્ટેશન પર વિવિધ વિભાગો દ્વારા મુકવામાં આવેલ પ્રદર્શનને રસપ્રદ રીતે નિહાળ્યું અને સોલાર વોટર કુલર, ડીજી સેટ, નેરોગજ બાજુએ બી.જી. કોલોની ખાતે રિનોવેટેડ ચિલ્ડ્રન પાર્ક, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, મિયાવાકી ફોરેસ્ટ રિનોવેટેડ રેલ્વે ઇન્સ્ટિટ્યુટ અને વોલીબોલ ગ્રાઉન્ડ, ઇન સિટુ રિપ્લેસમેન્ટ અને એનર્જી કન્ઝમ્પશન એન્ડ રિજનરેશનના વિશ્લેષણ માટે કાર્યક્રમ, TRO -બુકના વિકાસનું પણ -ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. શ્રી કંસલે ભરૂચમાં રેલ્વે કોલોની અને સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું અને કોલોનીના રહેવાસીઓ સાથે વાતચીત કરી તેમની સમસ્યાઓ જાણી હતી. દરમિયાન નબીપુર અને મકરપુરા વચ્ચે સ્પીડ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. ચાવજ ખાતે ટુલ રૂમ, વરમોરા ખાતે રેલ હાઉસ અને ઇટોલા અને મિયાગામ કર્ઝન ખાતે નવા બગીચાનું પણ શ્રી કંસલ દ્વારા -ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મકરપુરામાં, તેમણે ક્વાર્ટર્સ, સ્ટાન્ડર્ડ ટ્રોલ રૂમ અને ગાર્ડનનું ઉદ્ઘાટન કર્યું અને વૃક્ષારોપણ કાર્યક્રમમાં પણ ભાગ લીધો. તેમણે વિશ્વામિત્રી-ડભોઈ રેલ્વે સેક્શન પર 130 KMPH ને લગતા પૂર્ણ થયેલા કામોનું ઉદ્ઘાટન પણ કર્યું જેમાં 9 ઇન્ટરલોકિંગ રેલ્વે ક્રોસિંગનો પણ સમાવેશ થાય છે. તેમણે વડોદરા સ્ટેશન પર સ્ટેશન અને રેલ પરિસર, રનિંગ રૂમ, એઆરએમઇ, ગાર્ડ અને ડ્રાઇવરની લોબીનું પણ સંપૂર્ણ નિરીક્ષણ કર્યું અને ડીઆરએમ ઓફિસ સ્થિત સિંગલ વિન્ડો ગ્રીવન્સ સેલ, પ્રતાપ નગર ખાતે  ડીજી સેટનું પણ -ઉદ્ઘાટન કર્યું.

નિરીક્ષણ દરમિયાન, શ્રી કંસલે જન પ્રતિનિધિઓ, મહાનુભાવો, પ્રાદેશિક સલાહકાર સમિતિ અને મંડળ સલાહકાર સમિતિના સભ્યો, માન્ય ટ્રેડ યુનિયનો અને સંગઠનોના અધિકારીઓ અને પ્રેસ અને મીડિયા સાથે પણ ચર્ચા કરી હતી.      

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1784900)