સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
ટપાલ સેવા તથા પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક/પેન્શન અદાલત
પોસ્ટેડ ઓન:
28 DEC 2021 4:42PM by PIB Ahmedabad
ટપાલ સેવા તથા પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ, ગુજરાત સર્કલની કચેરી, ખાનપુર, અમદાવાદ-380001 ખાતે તા. 17.01.2022ના સોમવારે 11.00 વાગ્યે ડાક અદાલત અને 12.00 કલાકે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપાલસેવાઓ અને પોસ્ટલ પેન્શનને લગતા મુદ્દાઓ સંબંધિત ફરિયાદો સાંભળીને નિકાલ કરવામાં આવશે.
ટપાલ સેવા સંબંધિત અદાલતમાં રજુ કરવાની ફરિયાદો આસિસ્ટન્ટ ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસીઝ (વિજિલન્સ ઓફિસર), કમ્પ્લેઈન્ટ સેક્શન, મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલની કચેરી, ગુજરાત સર્કલ, ખાનપુર અમદાવાદ-380001 અને પેન્શનને લગતી ફરિયાદો આસિસ્ટન્ટ ડાયરેક્ટર, પોસ્ટલ સર્વિસીઝ, પેન્શન સેક્શન, મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલની કચેરી, ગુજરાત સર્કલ, ખાનપુર, અમદાવાદ-380001ને મોડામાં મોડી તા. 10.01.2022ના રોજ સોમવાર સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહેશે. નિર્ધારિત સમયમર્યાદા બાદ મળેલી ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહીં. ફરિયાદ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જરૂરી છે. નીતિ વિષયક આધારિત મુદ્દાઓની સુનાવણી હાથ પર લેવામાં આવશે નહીં.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1785825)
મુલાકાતી સંખ્યા : 160