માનવ સંસાધન વિકાસ મંત્રાલય
પરીક્ષા પે ચર્ચા 2022ની 5મી આવૃત્તિમાં ભાગ લેવા માટે નોંધણી તારીખ 27મી જાન્યુઆરી, 2022 સુધી લંબાવવામાં આવી
Posted On:
20 JAN 2022 6:42PM by PIB Ahmedabad
પરીક્ષા પે ચર્ચાની 5મી આવૃત્તિમાં ભાગ લેવાની છેલ્લી તારીખ 27મી જાન્યુઆરી, 2022 સુધી લંબાવવામાં આવી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક અનોખા ઇન્ટરએક્ટિવ પ્રોગ્રામ - પરીક્ષા પે ચર્ચાની કલ્પના કરી હતી જેમાં જીવનને ઉત્સવ તરીકે ઉજવવા માટે, પરીક્ષાઓમાંથી ઉદ્ભવતા તણાવને દૂર કરવા તેમની સાથે ચર્ચા કરવા દેશભરના વિદ્યાર્થીઓ, માતા-પિતા, શિક્ષકો અને વિદેશથી પણ વાતચીત કરે છે.
આ પ્રોગ્રામનું ફોર્મેટ 2021ની જેમ ઓનલાઈન મોડમાં રાખવાની દરખાસ્ત છે. ધોરણ 9 થી 12 ના શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતાપિતાની પસંદગી ઓનલાઈન સ્પર્ધા દ્વારા કરવામાં આવશે. https://innovateindia.mygov.in/ppc-2022/ પર નોંધણી 28મી ડિસેમ્બર 2021થી 27મી જાન્યુઆરી 2022 સુધી લાઈવ છે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
(Release ID: 1791274)
Visitor Counter : 280