સંસ્કૃતિ મંત્રાલય
azadi ka amrit mahotsav

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સંસ્કૃતિ મંત્રાલય કાલે રાષ્ટ્રીય બાલિકા દિવસ પર રંગોળી ઉત્સવ ‘ઉમંગ’નું આયોજન કરશે


દેશભરમાં 50થી વધુ વિશેષ સ્થળઓ પર ભાગીદાર ટીમો રંગોળીની સજાવટ કરશે

પોસ્ટેડ ઓન: 23 JAN 2022 11:34AM by PIB Ahmedabad

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ પ્રગતિશીલ ભારતના 75 વર્ષ અને તેના લોકો, સંસ્કૃતિ અને ઉપલબ્ધિઓના ગૌરવશાળી ઈતિહાસનો ઉત્સવ મનાવવા માટે ભારત સરકારની એક પહેલ છે. સમારંભના હિસ્સા તરીકે, સંસ્કૃતિ મંત્રાલય 24 જાન્યુઆરી, 2022ના રોજ એક રંગોળી બનાવવાનો કાર્યક્રમ ‘ઉમંગ રંગોળી ઉત્સવ’ આયોજિત કરશે. આ દિવસને દર વર્ષે ‘રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે મનાવવામાં આવે છે અને આ વર્ષે આ દિવસને યાદગાર બનાવવા માટે, આઝાદીના અમૃત મહોત્સવ સમારંભ અંતર્ગત એક રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ અંતર્ગત બાલિકાઓ માટે ઉત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ આયોજનમાં, એ પ્રસ્તાવિત કરાયું છે કે ભાગ લેનારી ટીમો દેશની મહિલા સ્વતંત્રતા સેનાનીઓ કે મહિલા રોલ મોડેલના નામ પર રસ્તાઓ અને ચાર રસ્તાઓ પર લગભગ એક કિલોમીટર લાંબી રંગોળી સજાવશે. દેશભરમાંથઈ 50થી વધુ સ્થળોએ રંગોળીની સજાવટ કરવામાં આવી રહી છે. આ આયોજન ‘બાલિકા દિવસ’ અને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ મનાવવાનો એક શાનદાર અવસર હશે.

 

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1791960) મુલાકાતી સંખ્યા : 1214