રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

વડોદરા મંડળમાં 73મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

Posted On: 26 JAN 2022 5:25PM by PIB Ahmedabad

પશ્ચિમ રેલવેના વડોદરા મંડળમાં 73મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી પ્રતાપનગરના માધવરાવ સિંધિયા રેલવે સ્ટેડિયમ ખાતે આયોજિત ગૌરવપૂર્ણ સમારોહમાં વડોદરામંડળના  ડીઆરએમ શ્રી અમિત ગુપ્તાએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને પ્લાટૂન કમાન્ડર શ્રી માર્કંડેય તિવારીના નેતૃત્વ હેઠળ, રેલવે સુરક્ષા બળ અને સિવિલ ડિફેન્સ ની સંયુક્ત પરેડનું નિરીક્ષણ કરી માર્ચ પાસ્ટની સલામી લીધી પ્રસંગે શ્રી ગુપ્તાએ પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક  શ્રી આલોક કંસલનો પ્રજાસત્તાક દિવસનો સંદેશ પણ વાંચી સંભળાવ્યો હતો.

વર્તમાન કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને, તમામ કોવિડ -19 પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું હતું. મંડળના  વડોદરા, કેવડિયા, ગોધરા, આણંદ, નડિયાદ, ભરૂચ, અંકલેશ્વર સહિતના તમામ સ્ટેશનો, ડેપો, વર્કશોપમાં પ્રજાસત્તાક પર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી.

SD/GP/JD

 


(Release ID: 1792833) Visitor Counter : 133