રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

ગ્રીન મોબિલિટીની અનોખી પહેલ, અમદાવાદ રેલવે સ્ટેશન પર ઈલેક્ટ્રિક વ્હીકલ પાર્કિંગ અને ચાર્જિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન

Posted On: 16 FEB 2022 7:07PM by PIB Ahmedabad

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર 16મી ફેબ્રુઆરી 2022ના રોજ શ્રી સંજય શ્રીવાસ્તવ પોલીસ કમિશનર અમદાવાદ દ્વારા શ્રી એમ.એ.ચાવડા જોઈન્ટ પોલીસ કમિશનર અમદાવાદ અને ડિવિઝનલ રેલ્વે મેનેજર અમદાવાદ શ્રી તરુણ જૈનની હાજરીમાં ગ્રીન મોબિલિટી,ઇલેક્ટ્રિક વ્હીકલ પાર્કિંગ અનોખી પહેલ અને ચાર્જિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

બજેટની દરખાસ્તોને અનુરૂપ અને વિઝન હેઠળ, અમદાવાદ ડિવિઝન રેલ્વે સ્ટેશનની જમીનના પાર્સલ અને પરિસરનો ઇલેક્ટ્રિક વ્હીકલ પાર્કિંગ અને ચાર્જિંગ પોઈન્ટ સ્થાપવા માટે અગ્રેસર છે.  તે રેલ્વે મંત્રાલય દ્વારા તેની આવકમાં વિવિધતા લાવવાની પહેલ છે.  ઈલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશનની જોગવાઈ અને સ્વ-સંચાલિત/ડ્રાઈવર સહિત ઈલેક્ટ્રિક વાહનની ભરતી નવી ઈનોવેટ નોન-રેન્ટલ રેવન્યુ કન્સિડેશન સ્કીમ (NINFRIS) નીતિ હેઠળ કરવામાં આવે છે.

આ સુવિધા અમદાવાદ ડિવિઝનના કુલ 5 સ્ટેશનો અમદાવાદ, આંબલી રોડ (બોપલ), સાબરમતી, ચાંદલોડિયા અને ગાંધીનગર સ્ટેશનો પર શરૂ કરવામાં આવી રહી છે.  ઈલેક્ટ્રિક વ્હીકલ ચાર્જરની સુવિધા સાથે ઈવી કાર માટે બુકિંગની સુવિધા અમદાવાદ, આંબલી રોડ (બોપલ), સાબરમતી ખાતે ઉપલબ્ધ છે.  આગામી દિવસોમાં ચાંદલોડિયા રેલવે સ્ટેશન પર આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.  અને ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશન ખાતે ઈલેક્ટ્રીક વાહનો માટે બુકીંગ પોઈન્ટનું પણ આયોજન કરવામાં આવેલ છે જે આગામી દિવસોમાં કાર્યરત થઈ જશે.

કોન્ટ્રાક્ટથી રેલવેને વાર્ષિક ₹10.52 લાખની બિન-ભાડું આવક થશે.ડ્રાઈવર/ઓટોમેટિક ઈલેક્ટ્રીક વાહનો સાથે ઈવી ચાર્જર્સનો સંયુક્ત કોન્ટ્રાક્ટ ભારતીય રેલ્વે નેટવર્કમાં તેના પ્રકારનો પ્રથમ કોન્સેપ્ટ છે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    


(Release ID: 1798842) Visitor Counter : 143