રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

અમદાવાદ મંડળ પર નાગરિક સંરક્ષણ સંસ્થા દ્વારા રાષ્ટ્રીય નાગરિક સંરક્ષણ સપ્તાહની ઉજવણી કરવામાં આવી

Posted On: 05 MAR 2022 6:31PM by PIB Ahmedabad

નાગરિક સંરક્ષણ સંસ્થા પશ્ચિમ રેલ્વે, અમદાવાદ મંડળ દ્વારા તારીખ  28.02.22 થી તારીખ 05.03.22 સુધી રાષ્ટ્રીય નાગરિક સંરક્ષણ સપ્તાહની ઉજવણી કરવામાં આવી. પ્રસંગે તારીખ 04.03.22 ના રોજ ગાંધીનગર કેપિટલ રેલ્વે કોલોની ખાતે રાષ્ટ્રીય સુરક્ષા દિવસની ઉજવણી કરતા નાગરિક સુરક્ષાની  વિવિધ સેવાઓ જેવી કે બચાવ સેવા, પ્રાથમિક સારવાર સેવા, ફાયર સર્વિસ, વેલ્ફેર સર્વિસ, હવાઈ હુમલા વગેરે વખતે લેવામાં આવતી સાવચેતીઓનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું.

ઉપર જણાવેલ કાર્યક્રમ શ્રી .વી. પુરોહિત સિનિયર ડિવિઝનલ સેફ્ટી ઓફિસર, શ્રી ગૌરવ સારસ્વત આસિસ્ટન્ટ  ડિવિઝનલ સેફ્ટી ઓફિસર, શ્રી શક્તિસિંહ રાજાવત IPF, શ્રી ગુરુચરણ સિંહ ડિવિઝનલ ઇન્ચાર્જ નાગરિક સંરક્ષણ સંસ્થા અમદાવાદ મંડળના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું.

SD/GP/JD


(Release ID: 1803202) Visitor Counter : 153