સંરક્ષણ મંત્રાલય
37 કેન્ટોન્મેન્ટ હોસ્પિટલોમાં 01 મે 2022થી આયુર્વેદ ક્લિનિકનો પ્રારંભ કરવામાં આવશે
Posted On:
31 MAR 2022 3:54PM by PIB Ahmedabad
ચિકિત્સા માટે ભારતીય પરંપરાગત આયુર્વેદ પ્રણાલીના લાભો વ્યાપક સંખ્યામાં લોકો સુધી પહોંચાડવાના દૃષ્ટિકોણ સાથે, સંરક્ષણ મંત્રાલયે 01 મે 2022ના રોજથી સમગ્ર દેશમાં 37 કેન્ટોન્મેન્ટ હોસ્પિટલોમાં આયુર્વેદ કેન્દ્રો કાર્યાન્વિત કરવાનો નિર્ણય લીધો છે.
તાજેતરમાં સંરક્ષણ સચિવ ડૉ. અજય કુમાર અને આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાકેશ કોટેચા વચ્ચે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પગલાંથી સશસ્ત્ર દળના જવાનો, તેમના પરિવારો અને આ હોસ્પિટલોમાંથી આરોગ્ય સેવાઓ મેળવી રહેલા સામાન્ય નાગરિકો સહિત કેન્ટોન્મેન્ટના રહેવાસીઓને સારી રીતે સ્થાપવામાં આવેલી અને સમય અનુસાર પરખાયેલી આયુર્વેદ ઉપચાર ચિકિત્સાઓ ઉપલબ્ધ થશે.
આ પહેલને સમર્થન આપવા માટે, આયુષ મંત્રાલય દ્વારા આ 37 કેન્ટોન્મેન્ટ હોસ્પિટલોને કૌશલ્યવાન આયુષ ડૉક્ટરો અને ફાર્માસિસ્ટ પૂરા પાડવામાં આવી રહ્યા છે. એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, સંરક્ષણ મંત્રાલયના સંરક્ષણ એસ્ટેટના મહાનિદેશાલય (DGDE)ના અધિકારીઓ અને આયુષ મંત્રાલયના અધિકારીઓ આ 37 આયુર્વેદ કેન્દ્રોની કામગીરીમાં ઘનિષ્ઠતાથી સહયોગ સાથે કામ કરશે.
આ કેન્ટોન્મેન્ટ હોસ્પિટલોની યાદી નીચે આપ્યા અનુસાર છે:
આયુર્વેદ કેન્દ્રો કાર્યાન્વિત કરવાના છે તેવી 37 કેન્ટોન્મેન્ટ હોસ્પિટલોની યાદી
|
1
|
આગ્રા
|
2
|
અલ્હાબાદ
|
3
|
બરેલી
|
4
|
દહેરાદૂન
|
5
|
મહુ
|
6
|
પંચમઢી
|
7
|
શાહજહાપુર
|
8
|
જબલપુર
|
9
|
બાદામીબાગ
|
10
|
બેરકપુર
|
11
|
અમદાવાદ
|
12
|
દેહુરોડ
|
13
|
ખડકી
|
14
|
સિંકદરાબાદ
|
15
|
દગશાઇ
|
16
|
ફીરોઝપુર
|
17
|
જલંધર
|
18
|
જમ્મુ
|
19
|
જતોગ
|
20
|
કસૌલી
|
21
|
ખાસ્યોલ
|
22
|
સુબાથુ
|
23
|
ઝાંસી
|
24
|
બબીના
|
25
|
રુડકી
|
26
|
દાણાપુર
|
27
|
કામ્પ્તી
|
28
|
રાણીખેત
|
29
|
લેંસડાઉન
|
30
|
રામગઢ
|
31
|
મથુરા
|
32
|
બેલગાંવ
|
33
|
મોરર
|
34
|
વેલિંગ્ટન
|
35
|
અમૃતસર
|
36
|
બાકલોહ
|
37
|
ડેલહાઉસી
|
SD/GP/MR
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1811924)