કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય
કેન્દ્ર સરકારના કર્મચારીઓ સામે ભ્રષ્ટાચારના આરોપો
प्रविष्टि तिथि:
31 MAR 2022 3:16PM by PIB Ahmedabad
કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) વિજ્ઞાન અને ટેકનોલોજી; રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) પૃથ્વી વિજ્ઞાન; પીએમઓ, કર્મચારી, જાહેર ફરિયાદ, પેન્શન, પરમાણુ ઊર્જા અને અવકાશ રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ 2017 થી 2021 સુધી છેલ્લા પાંચ વર્ષમાં 45 વિભાગોમાં કામ કરતા કેન્દ્ર સરકારના કર્મચારીઓ સામે ભ્રષ્ટાચારના 715 કેસ નોંધ્યા છે.
આજે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં ડૉ. જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, CBI દ્વારા વિવિધ વિભાગો સાથે જોડાયેલા 1281 કર્મચારીઓ પર લાંચ અને ભ્રષ્ટાચારના આરોપસર કેસ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, વ્યક્તિગત કેસોમાં સંબંધિત કેડર કંટ્રોલિંગ ઓથોરિટી (CCAs) દ્વારા સંબંધિત શિસ્ત નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવે છે.
આ કેસોની વર્ષવાર વિગતો નીચે મુજબ છે: -
|
વર્ષ
|
નોંધાયેલા કેસોની સંખ્યા
|
સામેલ વિભાગોની સંખ્યા
|
|
2017
|
210
|
26
|
|
2018
|
158
|
26
|
|
2019
|
141
|
17
|
|
2020
|
95
|
21
|
|
2021
|
111
|
21
|
|
કુલ
|
715
|
|
SD/GP/MR
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1811930)
आगंतुक पटल : 247
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English