રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેનોના પરિચાલનના સમયમાં આંશિક ફેરફાર

Posted On: 01 APR 2022 8:26PM by PIB Ahmedabad

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ ડિવિઝનની કેટલીક પેસેન્જર/એક્સપ્રેસ ટ્રેનોના પરિચાલનના સમયમાં આંશિક ફેરફારો કર્યા છે જે નીચે મુજબ છે:

1.        ટ્રેન નંબર 09497 ગાંધીનગર - વરેઠા મેમુ સ્પેશિયલ ટ્રેન  તા.2 એપ્રિલથી ગાંધીનગરથી 18.00 કલાકે ઉપડીને , 18:23 કલાકે કલોલ, 18:35 કલાકે ઝુલાસણ , 18:44 કલાકે ડાંગરવા , 18:54 કલાકે આંબલિયાસણ, 19:04 કલાકે જગુદણ , 19:23 કલાકે મહેસાણા , 19:39 કલાકે રંદાલા , 19:43 કલાકે પુદગામ ગણેશપુરા , 19:51 કલાકે વિસનગર , 20:00 કલાકે ગુંજા , 20:18 કલાકે વડનગર, 20:32 કલાકે ખેરાલુ તથા 21:00  કલાકે વારેઠા  પહોંચશે.

2.       ટ્રેન નંબર 09434 પાટણ - સાબરમતી ડેમુ સ્પેશિયલ 2 એપ્રિલ 2022થી 06:00 કલાકે પાટણથી ઉપડીને  06:43 કલાકે મહેસાણા , 06:54 કલાકે જગુદણ ,  07:03 કલાકે આંબલિયાસણ, 07.13 કલાકે ડાંગરવા,07:23 કલાકે. ઝુલાસણ ,07:34 કલાકે કલોલ, 07:45 કલાકે ખોડીયાર, 08:00 કલાકે ચાંદખેડા રોડ અને 8:35 કલાકે સાબરમતી પહોંચશે.

3.       ટ્રેન નંબર 09433 સાબરમતી - પાટણ સ્પેશિયલ તા.2 એપ્રિલ 2022થી સાબરમતીથી 17:30 કલાકે  ઉપડીને 18:20 કલાકે આંબલિયાસણ , 18:30 કલાકે જગુદણ , 18:43 કલાકે મહેસાણા , 19:03 કલાકે સેલાવી, 19:12 કલાકે રણુંજ , 19:19 કલાકે સંખઈ અને 19:55 કલાકે પાટણ પહોંચશે 

4.       ટ્રેન નંબર 14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ તા.2 એપ્રિલ 2022થી 17:18 કલાકે પાલનપુર 17:27 કલાકે ઉમરદર્શી, 17:37 કલાકે છાપી,17:50 કલાકે સિધ્ધપુર, 18:08 કલાકે ઊંઝા, 18:53 કલાકે મહેસાણા,19.12 કલાકે આંબલિયાસણ , 19.22 કલાકે ડાંગરવા, 19:32 કલાકે ઝુલાસણ , 19:45 કલાકે કલોલ, 19:55 કલાકે ખોડીયાર અને 20:45 કલાકે સાબરમતી પહોંચશે

 ટ્રેનના પરિચાલન સમય, સ્ટોપેજ અને સંરચનાને લગતી વિગતવાર માહિતી માટે મુસાફરો રેલવે ની વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર અવલોકન કરી શકે છે. પ્રવાસ દરમિયાન મુસાફરોને COVID-19 પ્રોટોકોલનું પાલન કરવા વિનંતી કરવામાં આવે છે.

SD/GP/JD


(Release ID: 1812571)