રેલવે મંત્રાલય
રેલવે સુરક્ષા દળ વડોદરાનું પ્રસંશનીય પગલું
ઘરેથી ભાગેલી બે સગીર બાળકીઓને ચાઈલ્ડ હેલ્પ લાઈન પહોંચાડી
Posted On:
08 APR 2022 8:14PM by PIB Ahmedabad
પશ્ચિમ રેલવે વડોદરા ડિવિઝન પર રેલવે સુરક્ષા દળ એક જાગૃત ચોકીદારના રૂપે કાર્યરત છે તેમજ યાત્રિઓની સેવામાં સદાય તત્પર છે. વિતેલા દિવસોમાં આરપીએફ જવાન દ્વારા એક પ્રસંશનિય કામ કરતાં બે સગીર બાળકીઓને ચાઈલ્ડ હેલ્પ લાઈનને સોંપી હતી.
વડોદરા ડિવિઝનના ડિવિઝન સિક્યોરિટી કમિશનર શ્રી દેવાંશ શુકલા એ જણાવ્યું કે 7 એપ્રિલ, 2022 ના રોજ અમદાવાદથી આસનસોલ જઈ રહેલ ટ્રેન નં. 19435 આસનસોલ વીકલી એક્સપ્રેસ થી વડોદરા સ્ટેશન પર આરપીએફ પેટ્રોલિંગ દરમિયાન બે સગીર બાળકીઓ જેમની ઉંમર 16 વર્ષ 17 વર્ષ હતી તેમને ઉતારીને વડોદરાની ચાઈલ્ડ હેલ્પ લાઈનને સુપરત કરી આ પ્રકારે વિભાગની સજાગતા તેમજ તત્પરતા થી એમને બચાવી શકાઈ.
વડોદારા સ્ટેશન પર ટ્રેન નં. 12953 ઓગસ્ટ ક્રાંતિ રાજધાની એક્સપ્રેસના થર્ડ એસી કોચમાં યાત્રા કરી રહેલા યાત્રીની બેગ જેની કિંમત 5000 હતી છૂટી ગઈ હતી જેની સૂચના મળતાં કાર્યરત આરપીએફ સ્ટાફ એ ટ્રેનથી ઉતારીને સહી સલામત યાત્રીને સુપરત કરી. આ જ પ્રકારે ટ્રેન નં. 22928 લોક શક્તિ એક્સપ્રેસમાં આણંદ આરપીએફ પોસ્ટના ટ્રેનમાં ફરજ પર ના સુરક્ષા કર્મચારીને કોઈક યાત્રીની છૂટી ગયેલી રિસ્ટવોચ મળી જેને આણંદની લોસ્ટ પ્રોપર્ટી ઓફિસમાં જમા કરાવવામાં આવી.
આરપીએફના આ ઉલ્લેખનિય કામ ને પ્રોત્સાહિત કરતાં ડીઆરએમ શ્રી અમિત ગુપ્તા એ તેમને ઈનામ આપવાની જાહેરાત કરી.
SD/GP/JD
(Release ID: 1815059)