પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રી રામ નવમીના અવસરે જૂનાગઢના ગઠીલા ખાતે ઉમિયા માતા મંદિરના 14મા સ્થાપના દિવસની ઉજવણીને સંબોધન કરશે

प्रविष्टि तिथि: 09 APR 2022 4:16PM by PIB Ahmedabad

રામ નવમીના અવસરે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 10મી એપ્રિલ, 2022ના રોજ ગુજરાતના જૂનાગઢના ગઠીલા ખાતેના ઉમિયા માતાના મંદિરમાં 14મા સ્થાપના દિવસની ઉજવણીને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બપોરે 1 વાગ્યે સંબોધન કરશે.

મંદિરનું ઉદ્ઘાટન પણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 2008માં કરવામાં આવ્યું હતું, જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. 2008માં પ્રધાનમંત્રી શ્રી દ્વારા આપવામાં આવેલા સૂચનોના આધારે, મંદિર ટ્રસ્ટે વિવિધ સામાજિક અને આરોગ્ય સંબંધિત પ્રવૃત્તિઓ તેમજ મફત મોતિયાના ઓપરેશન અને આર્થિક રીતે નબળા દર્દીઓ માટે મફત આયુર્વેદિક દવાઓ વગેરેમાં તેનો વ્યાપ વિસ્તાર્યો છે.

ઉમિયા માતાને કડવા પાટીદારોની કુળ-દેવતા અથવા કુળદેવી માનવામાં આવે છે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    


(रिलीज़ आईडी: 1815205) आगंतुक पटल : 323