સંરક્ષણ મંત્રાલય
માધવપુર સ્થાનિક મેળાના સમાપન પછી ગુજરાત, દાદરા નગર હવેલી, દમણ અને દીવ NCCના કેડેટ્સ દ્વારા પુનિત સાગર અભિયાનના ભાગરૂપે માધવપુર બીચની સફાઇ કરવામાં આવી
Posted On:
17 APR 2022 2:34PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ આદરણીય શ્રી રામનાથ કોવિંદ દ્વારા 10 એપ્રિલ 2022ના રોજ માધવપુર સાંસ્કૃતિક મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ મેળાના સમાપન પછી ગુજરાત, દાદરા નગર હવેલી, દમણ અને દીવ NCC નિદેશાલય દ્વારા 16 એપ્રિલ 2022ના રોજ “પુનિત સાગર અભિયાન”ના ભાગરૂપે માધવપુર બીચની વ્યાપક સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર દેશમાં આપણા સમુદ્ર કિનારાઓ અને બીચ પ્લાસ્ટિક તેમજ અન્ય કચરાની સામગ્રીઓથી મુક્ત રહે તે સુનિશ્ચિત કરવા માટે તેમજ આ બીચોના નૈસર્ગિક સ્થળોની જાળવણી કરવા અંગે અને ત્યાં સ્વચ્છતા રાખવા માટે મોટી સંખ્યામાં લોકોમાં જાગૃતિ ફેલાવવા માટેના ઉદ્દેશથી NCC દ્વારા હાથ ધરવામાં આવતી રાષ્ટ્રવ્યાપી કવાયતના ભાગરૂપે આ સફાઇ કામગીરી કરવામાં આવી હતી. બીચની સફાઇ કામગીરી ગુજરાત, દાદરા નગર હવેલી, દમણ અને દીવ NCC નિદેશાલયના અધિક મહાનિદેશક મેજર જનરલ અરવિંદ કપૂર, કે જેમણે આ મુખ્ય કાર્યક્રમનો આરંભ કરાવ્યો હતો, તેમના નેતૃત્વમાં જામનગર NCC ગ્રૂપ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
HV9D.jpeg)
આ કાર્યક્રમમાં ભાગ લેનારા આ વિસ્તારના અગ્રણી મહાનુભાવોમાં જામનગર NCC ગ્રૂપના ગ્રૂપ કમાન્ડર કોલોનલ એચ.કે. સિંહ, પોરબંદરના SDM, પોરબંદરના SP, અન્ય નાગરિક પ્રશાસન વિભાગના પ્રતિનિધિઓ સામેલ હતા. શાળાઓના આચાર્યો, દત્તક લેવામાં આવેલા ગામ ધરમપુરના સરપંચે પણ આ પ્રસંગે ઉપસ્થિત રહીને કાર્યક્રમ શોભાવ્યો હતો.
ORPR.jpeg)
22 એસોસિએટ NCC અધિકારીઓ, 19 કાયમી ઇન્સ્ટ્રક્ટર સ્ટાફ, 52 ભૂતપૂર્વ NCC કેડેટ્સ અને 4 ગુજરાત નેવલ યુનિટના 300 ઉત્સાહી કેડેટ્સે આ વ્યાપક બીચ સફાઇ કવાયતમાં ભાગ લીધો હતો, જેનું સમાપન સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે થયું હતું. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં લોક નૃત્ય, નુક્કડ નાટક અને ગીતો તેમજ ત્યારબાદ ગુજરાત, દાદરા નગર હવેલી, દમણ અને દીવ NCC નિદેશાલયના અધિક મહાનિદેશક મેજર જનરલ અરવિંદ કપૂરના પ્રેરણાદાયી અને પ્રોત્સાહક સંવાદ સામેલ છે.
M9JK.jpeg)
બીચ પરથી NCC કેડેટ્સ દ્વારા એકઠો કરવામાં આવેલો કચરો આગળ નિકાલ અને રિસાઇકલિંગની કામગીરી માટે પોરબંદર મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપવામાં આવ્યો હતો.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1817546)
Visitor Counter : 169