સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

એકતા નગર (કેવડિયા) ખાતે દેશના વિભિન્ન રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ તથા આરોગ્ય સચિવની સ્વાસ્થ્ય ચિંતન શિબિર યોજાશે


કેન્દ્રીય આયોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયા પણ આ ચિંતન શિબિર માં હાજર રહેશે

કેન્દ્રીય ટીમે આજે પૂર્વ આયોજન માટે સમીક્ષા બેઠક યોજી હતી

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય નવી દિલ્હી ના ઉપક્રમે યોજાશે ચિંતન શિબિર

આગામી 5,6 અને 7 મે 2022 દરમિયાન એકતા નગર ટેન્ટસિટી 2 ખાતે આ શિબિર યોજાશે

14મી સેન્ટ્રલ કાઉન્સીલ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર અંતર્ગત સ્વાસ્થ્ય શિબિર નું આયોજન કરવામાં આવેલ છે

Posted On: 27 APR 2022 4:42PM by PIB Ahmedabad

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, નવી દિલ્હીના ઉપક્રમે આગામી તા.5, 6 અને 7 મે,૨૦૨૨ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી એક્તાનગર (કેવડિયા) ટેન્ટસીટી-2 ખાતે 14મી સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હેલ્થ એન્ડ ફેમીલી વેલફેર અંતર્ગત સ્વાસ્થ્ય ચિંતન શિબિર-2022નું આયોજન કરવામાં આવ્યું છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીશ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાના માર્ગદર્શન હેઠળ યોજાનાર આ ચિંતન શિબિરમાં દેશના વિભિન્ન રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીશ્રીઓ, કેન્દ્રિય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સચિવશ્રીઓ, અધિક આરોગ્ય સચિવશ્રીઓ, વિવિધ રાજ્યોના આરોગ્ય સચિવશ્રીઓ અને આરોગ્ય કમિશનરશ્રીઓ તેમજ નેશનલ હેલ્થ મિશનના મિશન ડાયરેક્ટરશ્રીઓ ભાગ લેશે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય - નવી દિલ્હીની ટીમ દ્વારા ચિંતન શિબિરના સુચારૂ આયોજન અને તેની પૂર્વ તૈયારીઓની સમીક્ષા અર્થે એક્તાનગર (કેવડિયા) ટેન્ટસિટી-2 ખાતે બેઠક યોજવામાં આવી હતી. 

આ ચિંતન શિબિરમાં ભાગ લેનાર મંત્રીશ્રીઓ તથા ઉચ્ચ અધિકારીશ્રીઓ માટેના ચિંતન સત્રો, સાંસ્કૃતિક કાર્યક્રમો, નિવાસ, ભોજન, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય પર્યટન સ્થળોની મુલાકાત વગેરે બાબતોની તૈયારીની આ બેઠકમાં મુદ્દાવાર સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં કેન્દ્રિય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ડાયરેક્ટર ડૉ. નેહા ગર્ગ, ગુજરાત નેશનલ હેલ્થ મિશનના મિશન ડાયરેકટર સુશ્રી રેમ્યા મોહન, એસ.એમ.વી.એસ.એમ.ના  મેજર જનરલ પ્રા.અતુલ કોટવાલ, એન.એચ.એસ.આર.સી.ના સીનિ. કન્સલ્ટન્ટ શ્રી પદમ ખન્ના, ડૉ. આદિલ સફી, સુશ્રી દિક્ષા રાઠી વગેરેએ ચિંતન શિબિરની સફળતા માટે જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું. પ્રારંભમાં અધિક કલેક્ટરશ્રી એ. કે. જોશીએ સૌનું સ્વાગત કર્યું હતું જ્યારે એકઝીકયુટીવ ડાયરેક્ટર એસ.એચ.એસ.આર.સી. ડૉ. એ. એમ. કાદરીએ ચિંતન શિબિરની પૂર્વ તૈયારીઓનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1820513) Visitor Counter : 252