પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી 30મી એપ્રિલે મુખ્યમંત્રીઓ અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોની સંયુક્ત પરિષદના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરશે
प्रविष्टि तिथि:
29 APR 2022 6:47PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30મી એપ્રિલ, 2022ના રોજ સવારે 10 વાગ્યે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે રાજ્યોના મુખ્યમંત્રીઓ અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોની સંયુક્ત પરિષદના ઉદ્ઘાટન સત્રમાં ભાગ લેશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે.
સંયુક્ત પરિષદ એ એક્ઝિક્યુટિવ અને ન્યાયતંત્ર માટે ન્યાયની સરળ અને અનુકૂળ ડિલિવરી માટે ફ્રેમવર્ક બનાવવા અને ન્યાય પ્રણાલી સામેના પડકારોને પહોંચી વળવા જરૂરી પગલાંઓની ચર્ચા કરવા માટે એકસાથે આવવાનો પ્રસંગ છે. અગાઉની આવી કોન્ફરન્સ 2016માં યોજાઈ હતી. ત્યારથી, સરકારે ઈ-કોર્ટ્સ મિશન મોડ પ્રોજેક્ટ હેઠળ કોર્ટ પ્રક્રિયાઓમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા અને ડિજિટલ ટેક્નોલોજીના એકીકરણ માટે વિવિધ પહેલ કરી છે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1821438)
आगंतुक पटल : 247
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam