પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી 19મી મેના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત 'યુવા શિબિર'ને સંબોધિત કરશે
પોસ્ટેડ ઓન:
18 MAY 2022 7:50PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19મી મે 2022ના રોજ સવારે 10:30 વાગ્યે વડોદરાના કારેલીબાગ ખાતે આયોજિત 'યુવા શિબિર'ને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરશે. શ્રી સ્વામિનારાયણ મંદિર, કુંડલધામ અને શ્રી સ્વામિનારાયણ મંદિર કારેલીબાગ, વડોદરા દ્વારા શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
શિબિરનો હેતુ સમાજ સેવા અને રાષ્ટ્ર નિર્માણમાં વધુ યુવાનોને સામેલ કરવાનો છે. તે એક ભારત શ્રેષ્ઠ ભારત, આત્મનિર્ભર ભારત, સ્વચ્છ ભારત વગેરે પહેલો દ્વારા નવા ભારતના નિર્માણમાં યુવાનોને ભાગીદાર બનાવવાનો પણ હેતુ ધરાવે છે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1826494)
મુલાકાતી સંખ્યા : 267
આ રીલીઝ વાંચો:
Assamese
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam