પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગરમાં માર્ગ અકસ્માતને કારણે જીવ ગુમાવનારા પ્રત્યે શોક વ્યક્ત કર્યો
પીડિતો માટે PMNRF તરફથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરાઈ
પોસ્ટેડ ઓન:
22 MAY 2022 10:21AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગરમાં માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;
"ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગરમાં થયેલો માર્ગ અકસ્માત અત્યંત દુઃખદાયક છે. શોકગ્રસ્ત પરિવારના સભ્યો પ્રત્યે મારી સંવેદના છે. ભગવાન તેમને આ અપાર નુકશાન સહન કરવાની શક્તિ આપે. સાથે જ હું તમામ ઇજાગ્રસ્તોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું: PM @ narendramodi"
"પ્રધાનમંત્રીએ યુપીના સિદ્ધાર્થનગરમાં અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના નજીકના સંબંધીઓને PMNRF તરફથી પ્રત્યેક રૂ. 2 લાખની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે. ઘાયલોને પ્રત્યેકને રૂ. 50,000 આપવામાં આવશે."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1827319)
મુલાકાતી સંખ્યા : 230
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam