યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

અમદાવાદમાં આઝાદીના અમૃત મહોત્સવને અનુલક્ષીને વિશ્વ સાઈકલ દિવસ અંતર્ગત સાઈકલ રેલી યોજાશે

Posted On: 02 JUN 2022 12:42PM by PIB Ahmedabad

ભારત સરકારના આઝાદીનો અમૃત મહોત્સવ ભારત @75 ઉજવણીના ભાગ રૂપે સમગ્ર દેશમાં ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલયના નહેરુ યુવા કેન્દ્ર સંગઠન દ્વારા વિશ્વ સાયકલ દિવસ અંતર્ગત તા. 03-06-2022ના રોજ સાયકલ રેલીનું આયોજન નહેરુ યુવા કેન્દ્ર, અમદાવાદ દ્વારા કરવામાં આવેલ છે. કાર્યક્રમમાં નહેરુ યુવા કેન્દ્ર સાથે નહેરુ યુવા કેન્દ્ર સાથે સંકળાયેલ યુવાનો સ્વયંસેવકો, યુવક મંડળ/યુવતી મંડળના સભ્યો અને રમત ગમત વિભાગ, અમદાવાદના યુવાનો ભાગ લેશે. કાર્યક્રમમાં 75 યુવાનો દ્વારા ફીટ ઈન્ડિયા શપથ, રાષ્ટ્રગાન ગાવામાં આવશે. રીવર ફ્રન્ટ, દશામા મંદિર સામે, વાડજથી નવજીવન પ્રેસ રોડ સુધી સાયકલ રેલીનું આયોજન કરવામાં આવેલ છે. સયકલ રેલી દ્વારા યુવાનોમાં આઝાદીનું મહત્વ અને જીવનમાં વ્યાયામ અને સ્વસ્થ જીવન શૈલીનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવશે. રમત ગમત અને શારીરિક વ્યાયામને યુવાનો પોતાના રોજિંદા જીવનમાં અપનાવે એવી ભાવના કેળવાય તેવો કાર્યક્રમનો ઉદ્દેશ છે. નહેરુ યુવા કેન્દ્ર, અમદાવાદ દ્વારા અમદાવાદ જિલ્લા પ્રશાસનના સહયોગથી કરવામાં આવશે.

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1830385)