વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
azadi ka amrit mahotsav

મંત્રીમંડળે ભારતમાં કોલકાતા સ્થિત એસ. એન. બોઝ રાષ્ટ્રીય મૂળભૂત વિજ્ઞાન કેન્દ્ર (SNBNCBS) અને જર્મનીના ડ્રેસ્ડેન ખાતે આવેલા લેઇબ્નિઝ-ઇન્સ્ટીટ્યુટ ફોર ફેસ્ટકોર્પરઅંડ વેર્કસ્ટોફફોર્સચંગ ડ્રેસ્ડેન e.V. (IFW ડ્રેસ્ડન e.V.) વચ્ચે નવતર ચુંબકીય અને ટોપોલોજિકલ ક્વૉન્ટમ સામગ્રી ક્ષેત્રમાં હસ્તાક્ષર કરવામાં આવેલા MoUને મંજૂરી આપી

Posted On: 08 JUN 2022 4:48PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા આજે ભારતમાં કોલકાતા સ્થિત એસ. એન. બોઝ રાષ્ટ્રીય મૂળભૂત વિજ્ઞાન કેન્દ્ર (SNBNCBS) અને જર્મનીના ડ્રેસ્ડેન ખાતે આવેલા લેઇબ્નિઝ-ઇન્સ્ટીટ્યુટ ફર ફેસ્ટકોર્પરઅંડ વેર્કસ્ટોફફોર્સચંગ ડ્રેસ્ડેન e.V. (IFW ડ્રેસ્ડન e.V.) વચ્ચે નવતર ચુંબકીય અને ટોપોલોજિકલ ક્વૉન્ટમ સામગ્રી ક્ષેત્રમાં પારસ્પરિક સહયોગના ઉદ્દેશથી હસ્તાક્ષર કરવામાં આવેલા MoUને મંજૂરી આપવામાં આવી છે.

ભવિષ્યની ક્વૉન્ટમ ટેકનોલોજીના વિકાસમાં ક્વૉન્ટમ સામગ્રીની સંભાવનાઓને ધ્યાનમાં રાખતા ક્વૉન્ટમ સામગ્રીઓના સંશોધન પર અત્યારે આખી દુનિયાનું ધ્યાન ખેંચાઇ રહ્યું છે. આ સંયુક્ત સાહસનું મૂળ લક્ષ્ય ભારત અને જર્મન વચ્ચેના પારસ્પરિક સહયોગને પ્રોત્સાહન આપવાનું, તકો પૂરી પાડવાનું અને ચુંબકીય અને ટોપોલોજીકલ ક્વૉન્ટમ સામગ્રીના ક્ષેત્રમાં જ્ઞાનને આગળ વધારવાનું કાર્ય વધુ સરળ બનાવવાનું રહેશે. ખાસ કરીને પ્રાયોગિક અને કોમ્પ્યૂટેશનલ (ગણતરી સંબંધિત) સંસાધનોનું આદાનપ્રદાન, ટેકનિકલ અને વ્યાવસાયિક સહયોગનો વિનિમય અને સહયોગપૂર્ણ સંશોધનો હાથ ધરવા માટે ફેકલ્ટીઓ અને સંશોધકોનું આદાનપ્રદાન આ સહયોગમાં કેન્દ્ર સ્થાને રહેશે. બંને દેશો વચ્ચેના આ સહયોગથી પારસ્પરિકતા, શ્રેષ્ઠ પ્રયાસો, એકબીજાના લાભ અને વારંવાર કરવામાં આવતા સંવાદના આધારે જરૂરી જ્ઞાનનો આધાર તૈયાર થશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

SNBNCBS વિશે:

એસ. એન. બોઝ રાષ્ટ્રીય મૂળભૂત વિજ્ઞાન કેન્દ્ર (SNBNCBS) ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ સ્થાપવામાં આવેલી એક સ્વાયત્ત સંશોધન સંસ્થા છે જેની સ્થાપના 1986માં એક રજિસ્ટર્ડ સોસાયાટી તરીકે કરવામાં આવી હતી. પ્રોફેસર એસ. એન. બોઝનાં જીવન અને તેમણે કરેલા સન્માન આપવાના ઉદ્દેશથી આ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી હતી. જેઓ સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રમાં ખૂબ જ જ્ઞાની વ્યક્તિ હતા અને તેમણે ક્વૉન્ટમ મિકેનિક્સ અને ક્વૉન્ટમ સાંખ્યિકીના વિકાસમાં કેટલાક સૌથી પાયાની પરિકલ્પનાઓના યોગદાન તૈયાર કર્યા છે. વર્ષોના સમય દરમિયાન, આ કેન્દ્ર મૂળભૂત વિજ્ઞાનના ક્ષેત્રમાં સંશોધન અને વિકાસ માટે એક મુખ્ય સંસ્થા તરીકે ઉભરી આવ્યું છે, જેમાં ખાસ કરીને ભૌતિક વિજ્ઞાન અને સંલગ્ન પ્રશાખાઓમાં, પ્રયોગ, સિદ્ધાંત અને કમ્પ્યૂટેશન (ગણતરી) શક્તિનો ઉપયોગ કરવા બાબતે નોંધનીય યોગદાન આપ્યું છે. વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ ગણાતા આ ક્ષેત્રમાં આ કેન્દ્ર એડવાન્સ્ડ માનવબળને તાલીમ અને જોડાણનું હબ બની ગયું છે. આ કેન્દ્રમાં PhD માટેના નિવાસી કાર્યક્રમો આપવામાં આવે છે અને નોંધનીય સંખ્યામાં મુલાકાતીઓ અને લિંકેજ કાર્યક્રમ ધરાવે છે.

IFW વિશે:

IFW એક બિન-યુનિવર્સિટી સંશોધન સંસ્થા છે અને લેઇબ્નિઝ એસોસિએશનની સભ્ય છે. IFW ડ્રેસ્ડન આધુનિક સામગ્રી વિજ્ઞાન સાથે સંકળાયેલી સંસ્થા છે અને ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર તેમજ સામગ્રી વિજ્ઞાનમાં અન્વેષણાત્મક સંશોધનને નવી સામગ્રી અને ઉત્પાદનોના ટેકનિકલ વિકાસ સાથે સંયોજિત કરે છે.

IFW ખાતેના સંશોધન કાર્યક્રમો એવી કાર્યાત્મક સામગ્રી પર કેન્દ્રિત છે જે અમલીકરણ સંખ્યાબંધ ક્ષેત્રોમાં મુખ્ય સ્થાન ધરાવે છે, જેમકે: સુપરકન્ડક્ટિંગ અને ચુંબકીય સામગ્રી, પાતળી-ફિલ્મ સિસ્ટમ્સ અને નેનોસ્ટ્રક્ચર્સ તેમજ સ્ફટિકીય અને આકારહીન સામગ્રી. આ સંસ્થાના આગળના મિશનમાં યુવા વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન આપવું અને ટેકનિકલ સ્ટાફને તાલીમ પૂરી પાડવી તેમજ ઔદ્યોગિક કંપનીઓને સંસ્થાની R&D ની જાણકારી અને અનુભવ પૂરા પાડવાના કાર્યો સામેલ છે.

SD/GP/JD


(Release ID: 1832192)