નાણા મંત્રાલય
નાણાં મંત્રાલયના આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે "બજાર દ્વારા સંપત્તિનું સર્જન" વિષય પર અમદાવાદમાં કોન્ફરન્સનું આયોજન
નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ બેંગલુરુથી કોન્ફરન્સમાં જોડાયા
प्रविष्टि तिथि:
10 JUN 2022 7:57PM by PIB Ahmedabad
સ્વતંત્રતાના ૭૫ વર્ષ પુરા થતા સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જુદા જુદા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમાં સરકારના વિવિધ વિભાગો પણ સહભાગીતા દર્શાવી રહ્યા છે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ(DIPAM) દ્વારા આજે માર્કેટ દ્વારા સંપત્તિનું સર્જન થીમ ઉપર કાર્યક્રમ યોજાયો હતો.


આઝાદીનાં ૭૫ વર્ષ પુરા થતા 75 શહેરોમાં મેગા કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું કેન્દ્રીય નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ બેંગલુરુથી જોડાયા હતા. અમદાવાદમાં પણ આજે લો ગાર્ડન ખાતે આવેલ ઠાકોરભાઈ દેસાઈ હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં માર્કેટ દ્વારા સંપત્તિનું સર્જન ઉપર વિવિધ વિષય નિષ્ણાતોએ પોતાનું વક્તવ્ય આપ્યું હતું. 75 વર્ષમાં રોકાણ ક્ષેત્રે કેટલી સિદ્ધિ હાંસલ કરી છે તેમજ દેશ આર્થિક રીતે કેટલો મજબૂત બન્યો છે તેના ઉપર વક્તાઓએ પોતાનું પ્રવચન આપ્યું હતું.


આ કાર્યક્રમમાં ઇન્કમટેક્સના ટીડીએસ વિભાગના પ્રિન્સિપાલ કમિશનર અજય કુમાર અત્રિ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ડી જી એમ મિથીલેસ કુમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વધુમાં વધુ લોકો ઇન્વેસ્ટ કરે અને આર્થિક રીતે સમૃદ્ધ થાય તેમજ ભારતીય મૂડીબજારોમાં કરેલ રોકાણ કેટલું લાભદાયક છે તેની પણ બજારના નિષ્ણાતોએ માહિતી આપી હતી. કોન્ફરન્સમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી, ઇન્વેસ્ટર્સ તેમજ વિદ્યાર્થીઓએ પોતાને મૂંઝવતા પ્રશ્નો પૂછીને માર્ગદર્શન મેળવ્યું હતું.

SD/GP/JD
(रिलीज़ आईडी: 1833010)
आगंतुक पटल : 248