સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે 29 જૂન, 2022ના રોજ ડાક અદાલતનું આયોજન
પોસ્ટેડ ઓન:
15 JUN 2022 4:21PM by PIB Ahmedabad
ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ શહેર વિભાગ, અમદાવાદ-380009ની કચેરી ખાતે તા. 29 જૂન, 2022ના રોજ 15.00 કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.
સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ (અમદાવાદ શહેર) દરેક ફરિયાદને વ્યક્તિગત રીતે સાંભળશે અને સમસ્યાનું સ્થળ પર જ સમાધાન કરશે.
અમદાવાદની પોસ્ટ ઓફિસની ટપાલ, મની ઓર્ડર, કાઉન્ટર સેવાઓ સંબંધિત ફરિયાદ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ (અમદાવાદ શહેર), આકાશવાણી ઓફિસની પાછળ, ઈનકમ ટેક્સ ચાર રસ્તા પાસે, આશ્રમ રોડ, અમદાવાદ-380009ને મોકલવી જેખી નિયત તારીખ 22 જૂન, 2022 સુધી અત્રે કચેરીએ પહોંચી શકે. આ પછી મળેલી ફરિયાદો ડાક અદાલત હેઠળ ધ્યાને લેવાશે નહીં.
ફરિયાદ વિષયલક્ષી, સ્પષ્ટ અને ટૂંકમાં હોવી જોઈએ. નીતિ વિષયક બાબતોની ફરિયાદો ધ્યાને લેવાશે નહીં. આ ઉપરાંત, ફરિયાદની એક અરજીમાં એક કરતાં વધુ મુદ્દા અથવા વિષય હોવા જોઈએ નહીં. ડાક અદાલત અંતર્ગત માત્ર અમદાવાદ શહેરની પોસ્ટ ઓફિસ સંબંધિત ફરિયાદ જ ધ્યાને લેવાશે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1834256)
મુલાકાતી સંખ્યા : 229