નાણા મંત્રાલય
                
                
                
                
                
                    
                    
                        સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2022-23 (શ્રેણી I) – ઈશ્યૂ કિંમત
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                20 JUN 2022 4:13PM by PIB Ahmedabad
                
                
                
                
                
                
                15 જૂન, 2022ના ભારત સરકારના નોટિફિકેશન નંબર 4(6)-B(W&M)/2022ના સંદર્ભમાં, સોવરિન ગોલ્ડ બોન્ડ્સ 2022-23 (સિરીઝ I) 20-24 જૂન, 2022ના સમયગાળા દરમિયાન સબસ્ક્રિપ્શન માટે સેટલમેન્ટની તારીખ 28 જૂન, 2022 સાથે ખોલવામાં આવશે. સબસ્ક્રિપ્શન સમયગાળા દરમિયાન બોન્ડની ઇશ્યૂ કિંમત ગ્રામ દીઠ ` 5,091 (પાંચ હજાર એકાવન રૂપિયા) હશે, જે RBI દ્વારા 17 જૂન, 2022ની તેમની પ્રેસ રિલીઝમાં પણ પ્રકાશિત કરવામાં આવી છે.
ભારત સરકારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સાથે પરામર્શ કરીને જે રોકાણકારો ઓનલાઈન અરજી કરે છે અને ડિજિટલ મોડ દ્વારા ચૂકવણી કરવામાં આવે છે તેમને ઈશ્યુ પ્રાઈસમાંથી પ્રતિ ગ્રામ `50 (માત્ર પચાસ રૂપિયા)ની છૂટ આપવાનો નિર્ણય લીધો છે. આવા રોકાણકારો માટે ગોલ્ડ બોન્ડની ઇશ્યૂ કિંમત સોનાના ગ્રામ દીઠ રૂ. 5,041 (રૂપિયા પાંચ હજાર એકતાલીસ માત્ર) હશે.
SD/GP/JD
                
                
                
                
                
                (Release ID: 1835568)
                Visitor Counter : 274