રેલવે મંત્રાલય
લખનૌ ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને કારણે રદ કરાયેલી ટ્રેનો ફરી શરૂ કરવામાં આવી
Posted On:
23 JUN 2022 6:52PM by PIB Ahmedabad
લખનૌ ડિવિઝનમાં ચાલી રહેલા ડબલ ટ્રેકના કામને કારણે અમદાવાદ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી હતી જે હવે પુનઃસ્થાપિત કરવામાં આવી છે. પુનઃસ્થાપિત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
પુનઃસ્થાપિત કરાયેલી ટ્રેનો:
• 08.07.2022, 15.07.2022 અને 22.07.2022ની ટ્રેન નંબર 15635 ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ.
• 04.07.2022, 11.07.2022 અને 18.07.2022 ની ટ્રેન નંબર 15636 ગુવાહાટી-ઓખા એક્સપ્રેસ
• 09.07.2022, 16.07.2022 અને 23.07.2022ની ટ્રેન નંબર 15667 ગાંધીધામ - કામાખ્યા એક્સપ્રેસ.
• 06.07.2022, 13.07.2022 અને 20.07.2022ની ટ્રેન નંબર 15668 કામાખ્યા - ગાંધીધામ એક્સપ્રેસ.
ઉપરોક્ત તમામ ટ્રેનો હવે તેમના નિયમિત સમયપત્રક મુજબ દોડશે. ટ્રેનોના સંચાલનથી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લો જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.
SD/GP/JD
(Release ID: 1836562)