યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

શ્રી અનુરાગ સિંહ ઠાકુર આવતીકાલથી કેવડિયામાં શરૂ થનારી બે દિવસની રાષ્ટ્રીય પરિષદમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના યુવા બાબતો અને રમતગમત માટેના પ્રભારી મંત્રીઓ અને સચિવો સાથે વાર્તાલાપ કરશે

प्रविष्टि तिथि: 23 JUN 2022 6:58PM by PIB Ahmedabad

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી, શ્રી અનુરાગ સિંહ ઠાકુર આવતીકાલથી કેવડિયામાં શરૂ થનારી બે દિવસની રાષ્ટ્રીય પરિષદમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના યુવા બાબતો અને રમતગમત માટેના પ્રભારી મંત્રીઓ અને સચિવો સાથે વાર્તાલાપ કરશે. શ્રી અનુરાગ ઠાકુર આવતીકાલે સવારે ઉદ્ઘાટન સમયે મુખ્ય વક્તવ્ય આપશે.

 

કોન્ફરન્સની પૂર્વે, શ્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે કેવડિયા ખાતેની સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં ધ્યાન આકર્ષિત કરી રહી છે. તે વિવિધતામાં એકતાનું પ્રતિક છે અને કેવડિયા ખાતેની કોન્ફરન્સમાં વિવિધ રાજ્યોના મંત્રીઓ ભેગા થશે અને રમતગમત માટે તેઓ કેવી રીતે યોગ્ય પગલાં લઈ શકે તે અંગે ચર્ચા કરશે જેથી ખેલાડીઓ વધુ સારું પ્રદર્શન કરી શકે અને દેશનું ગૌરવ વધારશે. "પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અગ્રેસર રહીને નેતૃત્વ કરી રહ્યા છે અને ખેલાડીઓને માર્ગદર્શન તેમજ સંપૂર્ણ સમર્થન આપી રહ્યા છે, જેનાથી ખેલાડીઓની નૈતિકતા પણ વધી છે", તેમણે વધુમાં ઉમેર્યું.

 

કોન્ફરન્સ દરમિયાન ખેલો ઈન્ડિયા સ્કીમના વિવિધ પાસાઓ જેમ કે પ્લેફિલ્ડ્સનું જીઓ-ટેગિંગ, રાજ્યોમાં તાલીમ કેન્દ્રો/અકાદમીઓ, રમત સ્પર્ધાઓ દ્વારા પ્રતિભાની ઓળખ અને વિકાસ, મહિલાઓ, વિકલાંગ વ્યક્તિઓ, આદિવાસીઓ અને ગ્રામીણ વિસ્તારો, સ્વદેશી રમતો અને શિક્ષણનું મહત્વ અને એન્ટી ડોપિંગ અંગે જાગૃતિ, રમતગમતના સપોર્ટ પ્રોફેશનલ્સ માટે ઇકોસિસ્ટમનું નિર્માણ વગેરેની ચર્ચા કરવામાં આવશે. ખાસ કરીને તાજેતરના વર્ષોમાં દેશમાં રમતગમતના વિકાસની વિસ્તૃત ઝાંખી પણ રજૂ કરવામાં આવશે. યુવા બાબતોના વિભાગના આઉટરીચ કાર્યક્રમો અને યોજનાઓની ઝાંખી અને તેના માટેનો ભાવિ રોડમેપ દિવસ-2 દરમિયાન ચર્ચાનો ભાગ હશે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1836589) आगंतुक पटल : 267
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Urdu , Marathi , हिन्दी , Bengali , Punjabi