પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય ભારતની આઝાદીના 75 વર્ષની સ્મૃતિમાં "આઝાદી કા અમૃત મહોત્સવ (AKAM)" ની ઉજવણી કરી


રાવ ઈન્દ્રજીત સિંહ ઈવેન્ટનું ઉદ્ઘાટન કર્યું

प्रविष्टि तिथि: 28 JUN 2022 8:08PM by PIB Ahmedabad

આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI) શ્રેણીબદ્ધ પ્રવૃત્તિઓનું આયોજન કરીને 27મી જૂન 2022થી શરૂ થતા આઝાદી કા અમૃત મહોત્સવ (AKAM) સપ્તાહની ઉજવણી કરી રહ્યું છે. ઉજવણીના ભાગરૂપે, આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના MPLADS અને IPM વિભાગે 28મી જૂન 2022ના રોજ NDMC, કન્વેન્શન સેન્ટર, નવી દિલ્હી ખાતે અડધા દિવસના કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

કાર્યક્રમનું ઉદઘાટન રાજ્યકક્ષાના માનનીય મંત્રી આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (સ્વતંત્ર હવાલો), શ્રી રાવ ઈન્દ્રજીત સિંહે કર્યું હતું.

આ કાર્યક્રમમાં ટૂંકા લાઇવ પ્લે, MPLAD સ્કીમ પરની ટૂંકી ફિલ્મ અને પ્રદર્શનના માધ્યમથી ટકાઉ સમુદાય સંપત્તિના વિકાસમાં સંસદના સભ્યોની સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના (MPLADS)ની વિવિધ વિશેષતાઓ, ભૂમિકા અને યોગદાન દર્શાવવામાં આવ્યું હતું.

SD/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1837801) आगंतुक पटल : 248
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Tamil , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Punjabi , Odia , Telugu , Kannada , Malayalam