યુવા બાબતો અને રમત મંત્રાલય
૪૪મી ચેસ ઓલિમ્પિયાડ’ની મશાલ રીલેનું દમણમાં ભવ્ય સ્વાગત
મોબાઈલમાં માહિતી મળે છે અને તંદુરસ્તી ખેલના મેદાનમાં મળે છેઃ પ્રફુલ પટેલ
प्रविष्टि तिथि:
01 JUL 2022 7:03PM by PIB Ahmedabad
ચેસ ઓલિમ્પિયાડના ઈતિહાસમાં પ્રથમ વખત ઓલિમ્પિયાડની તર્જ પર મશાલ રીલેની શરૂઆત કરાઇ છે .
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ૧૯ જૂનના રોજ દિલ્હીના ઈન્દિરા ગાંધી સ્ટેડિયમથી તેને લોન્ચ કરવામાં આવ્યું હતું , જે દેશના ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પસાર થઇ રહી છે. આ મશાલ તેની ૭૫ શહેરોની યાત્રા દરમિયાન પર્યટન નગરી કેન્દ્રશાસિત પ્રદેશ દમણ આવી હતી.દમણમાં પ્રવેશ્યા બાદ આ મશાલ રીલે દાભેલ ચેકપોસ્ટ , સોમનાથ , ડેલ્ટીન હોટલ , ફૂટબોલ ગ્રાઉન્ડ , રાજીવ ગાંધી બ્રિજ , મશાલ ચોક વગેરે વિવિધ માર્ગો થઈને વિવેકાનંદ ઓડિટોરિયમ આવી હતી.

દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રશાસન દ્વારા એમનો ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
દાદરા નગર હવેલી અને દમણ દીવ અને લક્ષદ્વિપ ના પ્રશાસક શ્રી પ્રફુલ પટેલ ને ટોર્ચ આપી હતી.
એનએસએસ અને બાલભવનના બાળકો નૃત્ય રજૂ કરવામાં આવ્યું.

કાર્યક્રમમાં પ્રશાસક શ્રી પ્રફુલ પટેલે જણાવ્યું કે આ ચેસ રમતની શરૂઆત 1400 વર્ષ પૂર્વ ભારતથી થઈ હતી અને ભારતનો ઇતિહાસ ભૂલવાનો પ્રયત્ન થયો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતુત્વમાં ભારતનો ઇતિહાસ ફરીથી યુવા પેઢીને જાણવા મળશે. પ્રશાસક શ્રીએ જણાવ્યું કે મોબાઈલમાં માહિતી મળશે પરંતુ તંદુરસ્તી ખેલના મેદાનમાં મળશે. હમણાં સુધી 24 ઓલિમ્પિક ગયા જેમાં ભારતને માત્ર 35 પદક મળ્યા હતા. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દેશના રમતવીરોને પ્રોત્સાહન આપવામાં આવ્યું અને 2020ના ઓલિમ્પિકમાં ભારતને 7 પદક મળ્યા છે. દમણ દીવ અને દાદરા નગર હવેલીમાં રમત ગમત ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
રીલે સાથે ચેસ રમતના ગ્રાન્ડ માસ્ટર અંકિત રાજપરા, ગુજરાત ચેસ એસોસિએશન પ્રમુખ તેજસ બાકરે અને ઓલ ઇન્ડિયા ચેસના ફેડરેશનના ઉપપ્રમુખ ભાવેશ પટેલ અને ચેસના ખેલાડીઓ સાથેની આ ટોર્ચ રેલી ભારતભરના 75 શહેરોમાં જશે. ગ્રાન્ડ માસ્ટર દ્વારા દમણના રમતવીરો સાથે ચેસ પણ રમાઈ હતી. ભાવેશ પટેલે જણાવ્યું કે દમણમાં શ્રેષ્ઠ કાર્યક્રમ થયો છે.પ્રશાસક શ્રી પ્રફુલ પટેલ દ્વારા ટોર્ચ તેજસ બાકરેને સોંપી આગળ રવાના કરવામાં આવી હતી.
ચેસ ઓલિમ્પિયાડ ૨૮ જુલાઈથી ૧૦ ઓગસ્ટ દરમિયાન ચેન્નાઈ , તમિલનાડુમાં યોજાશે.
SD/GP/JD
(रिलीज़ आईडी: 1838670)
आगंतुक पटल : 187