રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

મંડળ રેલ પ્રબંધક શ્રી તરૂણ જૈન દ્વારા રેલ્વે સંરક્ષામાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ બે રેલ કર્મચારી સન્માનિત

प्रविष्टि तिथि: 20 JUL 2022 8:39PM by PIB Ahmedabad

પશ્ચિમ  રેલવેના અમદાવાદ મંડળ ના બે કર્મચારીઓને તકેદારી અને સતર્કતા સાથે રેલવે સંરક્ષામાં(સેફટી) ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ મંડળ રેલ પ્રબંધક  શ્રી તરુણ જૈન દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

વરિષ્ઠ મંડળ સંરક્ષા અધિકારી શ્રી .વી. પુરોહિતના જણાવ્યા મુજબ, વિભાગના કર્મચારી શ્રી પ્રદીપકુમાર ઓઝા, લોકો પાયલોટ-ગાંધીધામ અને ઓપરેશન વિભાગના કર્મચારી, શ્રી બસંતલાલ કુલદીપ ગાર્ડ-ગાંધીધામ, એવોર્ડ મેળવનાર બંને કર્મચારીઓએ તકેદારીના કારણે સમયસર સંભવિત ટ્રેન અકસ્માતને સમયસર બચાવી લીધો હતો.

રેલ્વે સંરક્ષા ક્ષેત્રેમાં એવોર્ડ મેળવનાર બંને રેલ્વે કર્મચારીઓને અભિનંદન આપતા ડીઆરએમ શ્રી જૈને તેમને સલામતીને લગતા તમામ નિયમોનું સંપૂર્ણ પાલન કરવા અને તેમની સમજણ અને તત્પરતાથી કોઈપણ પ્રકારના રેલ્વે અકસ્માતને રોકવા માટે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1843255) आगंतुक पटल : 143