વિદ્યુત મંત્રાલય
azadi ka amrit mahotsav

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આણંદ જિલ્લાના ઉમરેઠ ખાતે પાવર સેક્ટરની મુખ્ય સિદ્ધિઓને પ્રકાશિત કરવા પાવર@2047 કાર્યક્રમનું આયોજન


વડોદરાના સાવલી ગામે પણ એનટીપીસી-ઝાનોર સાથેના સહયોગથી ઊર્જા મંત્રાલય દ્વારા બીજલી મહોત્સવનું આયોજન

મહિસાગરના લુણાવાડા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય બીજલી મહોત્સવ યોજાયો

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે પણ બીજલી મહોત્સવનું આયોજન થયું

प्रविष्टि तिथि: 26 JUL 2022 6:03PM by PIB Ahmedabad

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત, તેણી ઉજવણીનો ભાગરૂપે કેન્દ્ર સરકારના નવીન અને નવીનીકરણ વિદ્યુત,ઊર્જા મંત્રાલય અને ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રો કેમિકલ્સ વિભાગ દ્વારા, એમ એન આર ઈ, રાજ્ય અને કેન્દ્ર સરકારો વચ્ચેના સહયોગની ઉજવણી કરવા અને ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્યના છત્ર હેઠળ પાવર સેક્ટરની મુખ્ય સિદ્ધિઓને પ્રકાશિત કરવા પાવર@2047 કાર્યક્રમનું આયોજન આણંદ જિલ્લાના ઉમરેઠ ખાતે કરવામાં આવ્યું.

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ભારત 2.0ને સક્રિય કરવાના વિઝનને સક્ષમ કરવાની શક્તિ અને ક્ષમતા ધરાવે છે એ આત્મનિર્ભર ભારતમાં અત્યારે સમગ્ર ભારતમાં પાવર સેક્ટરની આઠ વર્ષની સિદ્ધિઓ સામાન્ય પ્રજા ખેડૂતોને બતાવવાના કાર્યક્રમના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમમાં સમારંભના અતિથિ વિશેષ પદે સ્થાને ઉમરેઠ વિસ્તારના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, જ્યારે મુખ્ય અતિથિ તરીકે આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમાર, પ્રાંત અધિકારી, પૂર્વ રાજ્યસભાના સાંસદ લાલસિંહ વડોદીયા, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના સિનિયર જીએમ આર કે ગુપ્તા, આણંદ વિસ્તારના એમજીવીસીએલના એસ ઈ, એમ. ડી. રાઠવા, રમીલાબેન પટેલ સહિત આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, એમજીવીસીએલના અધિકારીઓ, આ ઉપરાંત જિલ્લાના ખેડૂતો અને અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે એમજીવીસીએલના એસઈ એમડી રાઠવાએ ભારત સરકાર અને ગુજરાત સરકારના વિદ્યુત વિભાગ દ્વારા છેલ્લા આઠ વર્ષની સિદ્ધિઓ જણાવતા કહ્યું કે આ પાવર સેક્ટરની સિદ્ધિઓ છે. જેમાં ઉત્પાદન ક્ષમતા 2014માં 248554 મેગા વોટથી વધીને આજે ચાર લાખ મેગાવટ થઈ છે. જે માગ કરતા 1,85,000 મેગા વોટ વધુ છે. અને હવે ભારત તેના પાડોશી દેશોમાં વીજળીની નિકાસ કરી રહ્યું છે. આ કાર્યક્રમમાં પૂર્વ રાજ્ય સભાના સાંસદ આણંદ વિસ્તારના લાલસિંહ વડોદીયા, ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, અને આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પરમારે પ્રસંગોચિત ઉદ્બોધનમાં અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે ખેડૂતો અને આમ પ્રજાની જે ચિંતા કરી હતી અને છેલ્લા આઠ જ વર્ષમાં વિવિધ યોજનાઓ થકી ખેડૂતો અને આમ પ્રજાને ઘણું આપ્યું છે, તેમ જણાવી હવે ઊર્જા ક્ષેત્રે ઉત્પાદન મોંઘુ થવાથી રૂફ ટોપ અપનાવી આત્મનિર્ભર બનવા માટે આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે રુફ ટોપ નખાવ્યા છે. તેઓને તથા ખેડૂતોને સર્ટિફિકેટ આપી બિરદાવ્યા હતા. તેમજ આઠ વર્ષના સિદ્ધિઓની ફિલ્મ પણ નિહાળી હતી.

આ ઉપરાંત વડોદરાના સાવલી ગામે પણ એનટીપીસી-ઝાનોર સાથેના સહયોગથી ઊર્જા મંત્રાલય દ્વારા બીજલી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આત્મનિર્ભર ભારતમાં અત્યારે સમગ્ર ભારતમાં પાવર સેક્ટરની આઠ વર્ષની સિદ્ધિઓ સામાન્ય પ્રજા ખેડૂતોને બતાવવાના કાર્યક્રમના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સાવલીના ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઈનામદાર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અશોકભાઈ પટેલ સહિત અન્ય અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

જ્યારે મહિસાગર જિલ્લામાં 42 પાટીદાર સમાજઘર લુણાવાડા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય બીજલી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષ સ્થાને તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ રમીલાબેન ડામોર અને લુણાવાડાના ધારાસભ્ય શ્રી જીજ્ઞેશભાઈ સેવકની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.

જ્યારે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે પણ બીજલી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. દાંતીવાડા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં બીડીસીસી બેંકના ચેરમેન સવશીભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ હેતલબેન રાવલ, તાલુકા પંચાયત પ્રમુખ રમેશચંદ્ર ઘડિયા, એપીએમસી ચેરમેન ફતાભાઈ ધારિયા તથા જિલ્લા સહકારી સંઘના વાઈસ ચેરમેન ગણપતભાઈ અકોલિયા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

SD/GP/JD


(रिलीज़ आईडी: 1845051) आगंतुक पटल : 215