કાપડ મંત્રાલય
સ્થાનિક કપાસના ભાવ ઘટીને લગભગ રૂ. 16,600 પ્રતિ કેન્ડી રહ્યા હતા
જુલાઈ 2022માં યાર્નના ભાવમાં કિલો દીઠ રૂ. 35 થી 40નો ઘટાડો
Posted On:
27 JUL 2022 4:50PM by PIB Ahmedabad
કાપડ મંત્રાલયે જણાવ્યું છે કે કપાસ અને સુતરાઉ યાર્નના ભાવ બજારની માંગ અને પુરવઠા અને ઊંચા આંતરરાષ્ટ્રીય ભાવો પર આધારિત છે. કાપડ મંત્રાલય કપાસ અને સુતરાઉ યાર્નની કિંમતોના સંદર્ભમાં સમગ્ર કપાસ મૂલ્ય શૃંખલામાં વિવિધ હિસ્સેદારો સાથે તેમના હિતને સુમેળમાં રાખવા માટે સતત સંકળાયેલું છે. નાણા મંત્રાલયે 31મી ઓક્ટોબર 2022 સુધી કાચા કપાસની આયાત પર કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપી છે.
ઘરેલુ કપાસના ભાવ મે 2022ના મહિનામાં 1,03,000 રૂપિયાના ટોચના સ્તરથી ઘટીને 86,400 રૂપિયા પ્રતિ કેન્ડી થઈ ગયા છે. યાર્નના ભાવ જે એપ્રિલ અને મે 2022ના મહિનામાં 40 કોન કોમ્બેડ માટે રૂ. 400 થી રૂ. 440 પ્રતિ કિલોગ્રામની રેન્જમાં હતા, તેમાં પણ જુલાઈ 2022ના મહિનામાં રૂ. 35 થી 40 પ્રતિ કિલોનો ઘટાડો કરવામાં આવ્યો છે.
આ માહિતી ટેક્સટાઈલ રાજ્ય મંત્રી શ્રીમતી એ. દર્શના જરદોષે આજે લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું.
(Release ID: 1845423)