પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ જગદીપ ધનખડને ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા
प्रविष्टि तिथि:
06 AUG 2022 10:03PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી જગદીપ ધનખડને ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
ટ્વીટ્સની શ્રેણીમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"શ્રી જગદીપ ધનખડજીને પક્ષના પ્રચંડ સમર્થન સાથે ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન. મને વિશ્વાસ છે કે તેઓ એક ઉત્કૃષ્ટ ઉપરાષ્ટ્રપતિ હશે. આપણું રાષ્ટ્ર તેમની બુદ્ધિ અને શાણપણથી જબરદસ્ત લાભ મેળવશે. @jdhankhar1"
"હું તે તમામ સાંસદોનો આભાર માનું છું કે જેમણે શ્રી જગદીપ ધનખડને મત આપ્યો છે. એવા સમયે જ્યારે ભારત આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવે છે, ત્યારે અમને ઉત્તમ કાનૂની જ્ઞાન અને બૌદ્ધિક કૌશલ્ય ધરાવતા કિસાન પુત્ર ઉપરાષ્ટ્રપતિ મળ્યાનો ગર્વ છે. @jdhankhar1".
SD/GP/JD
(रिलीज़ आईडी: 1849238)
आगंतुक पटल : 240
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam