રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

અમદાવાદ રેલવે મંડળમાં વાણિજ્ય વિભાગના 10 કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું

Posted On: 08 AUG 2022 10:06PM by PIB Ahmedabad

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પરના વાણિજ્ય વિભાગના 10 રેલવે કર્મચારીઓને મંડળ રેલ પ્રબંધક શ્રી તરુણ જૈન દ્વારા તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. જેમાં રાકેશ કુમાર સિંહ, અંગશુ બાગચી, સીતારામ રાયગર, કે. બી. મોદી, ચંદ્રશેખર સિંઘ, સુનિલ નાયક, બ્રિજેશ કુમાર, ધવલ પુરોહિત, અસલમ મિર્ઝા અને મિસ રેણુકા પરમારનો સમાવેશ થાય છે.

મંડળ રેલવે પ્રવક્તા, અમદાવાદએ જણાવ્યું કે, રેલ ટ્રાફિકમાં અનધિકૃત મુસાફરીને રોકવા માટે વિવિધ પ્રકારની ટિકિટ ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવી છે. આ વર્ષે, અમદાવાદ મંડળ દ્વારા ટિકિટ ચેકિંગ ઝુંબેશ પણ હાથ ધરવામાં આવી છે, જેમાં 1 એપ્રિલથી 31 જુલાઈ વચ્ચે બોર્ડને રૂ. 12.46 કરોડની આવક થઈ છે, જે અગાઉના વર્ષ કરતાં 5.85% વધુ અને લક્ષ્યાંક કરતાં 4.35% વધુ છે. અમદાવાદ મંડળનું અત્યાર સુધીનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આ દરમિયાન, ટિકિટ વિના મુસાફરીના કુલ 178574 કેસ, અનિયમિત મુસાફરીના 3524 કેસ, 253 કેસો અનરીર્ઝવ સામાન વગેરે મળીને કુલ રૂ. 12.46 કરોડની આવક મેળવી નવો વિક્રમ સ્થાપ્યો છે  નવી વિકસિત HHT સિસ્ટમમાં વિશેષ સહાય માટે. અમદાવાદ-ગોરખપુર ટ્રેન 19489માં આગના સમયે રેલવે મુસાફરો અને સંપત્તિના બચાવ માટે વિશેષ કામગીરી કરનાર કર્મચારીઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1850086)