પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીશ્રીએ ચેન્નાઈમાં 44મા ચેસ ઓલિમ્પિયાડમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ભારત B ટીમ (પુરુષ) અને ભારત A ટીમ (મહિલા)ને અભિનંદન પાઠવ્યા
પ્રધાનમંત્રીશ્રીએ 44મી ચેસ ઓલિમ્પિયાડની યજમાની કરવા બદલ તમિલનાડુના લોકો અને સરકારની પ્રશંસા કરી
प्रविष्टि तिथि:
10 AUG 2022 8:12PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચેન્નાઈમાં 44મા ચેસ ઓલિમ્પિયાડમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ભારત B ટીમ (પુરુષ) અને ભારત A ટીમ (મહિલા)ને અભિનંદન પાઠવ્યા છે. પ્રધાનમંત્રીએ 44મા ચેસ ઓલિમ્પિયાડનું આયોજન કરવા અને વિશ્વને આવકારવા અને આપણી ઉત્કૃષ્ટ સંસ્કૃતિ અને આતિથ્યનું પ્રદર્શન કરવા બદલ તમિલનાડુના લોકો અને સરકારની પણ પ્રશંસા કરી.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“ચેન્નાઈમાં હમણાં જ સમાપ્ત થયેલ 44મી ચેસ ઓલિમ્પિયાડમાં ભારતીય ટુકડી દ્વારા પ્રોત્સાહક પ્રદર્શન જોવા મળ્યું. હું બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ભારત B ટીમ (પુરુષ) અને ભારત A ટીમ (મહિલા)ને અભિનંદન આપું છું. ભારતમાં ચેસના ભાવિ માટે આ શુભ સંકેત છે.”
બોર્ડ મેડલ જીતનાર અમારી ટુકડીમાંથી હું ગુકેશ ડી, નિહાલ સરીન, અર્જુન એરીગાઈસી, પ્રજ્ઞાનન્ધા, વૈશાલી, તાનિયા સચદેવ અને દિવ્યા દેશમુખને અભિનંદન આપું છું. આ ઉત્કૃષ્ટ ખેલાડીઓ છે જેમણે અસાધારણ દૃઢતા અને મક્કમતા દર્શાવી છે. તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છાઓ.”
“તમિલનાડુના લોકો અને સરકાર 44મી ચેસ ઓલિમ્પિયાડના ઉત્તમ યજમાન છે. વિશ્વને આવકારવા અને આપણી ઉત્કૃષ્ટ સંસ્કૃતિ અને આતિથ્યનું પ્રદર્શન કરવા બદલ હું તેમની પ્રશંસા કરવા માંગુ છું.”
SD/GP/JD
(रिलीज़ आईडी: 1850708)
आगंतुक पटल : 256
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam