સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી રામદાસ આઠવલે ઉપસ્થિતીમાં આઝાદીના અમૃત મહોત્સવ ભાગરૂપે મહિલા સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો

प्रविष्टि तिथि: 13 AUG 2022 12:39PM by PIB Ahmedabad

 

આઝાદીના અમૃત મહોત્સવની પૂર્વ સંધ્યાએ  વડોદરાના પંડિત દિનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે શહેરની બહેનો માટે આરોગ્યલક્ષી માર્ગદર્શન મળી રહે તે માટે મહિલા સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન થયું. આ સમારોહ  કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી રામદાસ આઠવલેની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો.

વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલ સહિત સ્થાનિક કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા.

32693794-e73d-4bc7-b4f7-791165330e09.jpg

સમારોહમાં માં જાણીતા સ્ત્રી રોગ નિષ્ણાત ડોક્ટર સુષ્માબેન દલાલે બહેનોને થતા વિવિધ સ્ત્રીરોગો, માસિકના પ્રશ્નો તેમજ રજોનિવૃત્તિ અંગે માહિતી આપી. બહેનોએ પણ પ્રશ્નોત્તરીમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ ચર્ચા કરી હતી. કેન્દ્રીય  સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી રામદાસ આઠવલેએ ઉપસ્થિત બહેનોને જણાવ્યું હતું કે મહિલાઓએ કેન્દ્ર અનેક રાજ્ય સરકાર દ્વારા મહિલાઓ માટેની અનેક યોજનાઓનો લાભ લેવો જોઈએ તેમજ પોતાના સ્વાસ્થ્યની પણ કાળજી રાખવી જોઈએ.  કાર્યક્રમમાં 700થી વધુ બહેનોએ ભાગ લીધો. ભાગ લેનાર દરેક બહેનોને છ મહિના સુધી ચાલે તેવા નિકાસ થઈ શકે તેવી ઉચ્ચ ગુણવત્તાવાળા સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું.

 

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1851482) आगंतुक पटल : 299