રેલવે મંત્રાલય
15 ઓગસ્ટના રોજ અમદાવાદ મંડળ પર 76 માં સ્વતંત્રતા દિવસનું આયોજન કરવામાં આવશે
Posted On:
13 AUG 2022 5:14PM by PIB Ahmedabad
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર 15 ઓગસ્ટ 2022 ના રોજ મંડળ કાર્યાલય પરિસરમાં 76 માં સ્વતંત્રતા દિવસ આઝાદી કા અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવશે.
મંડળ રેલ પ્રવક્તા, અમદાવાદના જણાવ્યા અનુસાર, કાર્યક્રમ સવારે 09:40 વાગ્યે શરૂ થશે અને સવારે 09:45 વાગ્યે મંડળ રેલ પ્રબંધક શ્રી તરુણ જૈન દ્વારા ધ્વજવંદન અને રાષ્ટ્રગાન કરવામાં આવશે તથા રેલવે સુરક્ષા બલ, ભારત સ્કાઉટ ગાઇડની પરેડ નું નિરીક્ષણ કરવામાં આવશે અને મંડળ રેલ પ્રબંધક શ્રી તરૂણ જૈન દ્વારા મહાપ્રબંધકનો સ્વતંત્રતા દિવસ સંદેશ વાંચવામાં આવશે, ત્યારબાદ કલા અને સાંસ્કૃતિક સંઘ દ્વારા દેશભક્તિનો કાર્યક્રમ રજૂ કરવામાં આવશે.
(Release ID: 1851547)