રેલવે મંત્રાલય
અમદાવાદ મંડળ પર મનાવવામાં આવ્યો સદભાવના દિવસ
Posted On:
18 AUG 2022 4:58PM by PIB Ahmedabad

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર સદભાવના દિવસના ઉપલક્ષ્યમાં મંડળ રેલ પ્રબંધક શ્રી તરૂણ જૈન એ મંડળ કચેરી અમદાવાદમાં તમામ અધિકારીઓ અને રેલવે કર્મચારીઓને સદભાવના શપથ લેવડાવી.
મંડળ રેલવે પ્રવક્તાએ માહિતી આપતાં જણાવ્યું કે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી રાજીવ ગાંધીની યાદમાં અમે તેમના જન્મદિવસ 20 ઓગસ્ટ ને "સદભાવના દિવસ" ના રૂપે દર વર્ષે મનાવીએ છીએ. આ અવસર પર રેલવેના તમામ ભાષા-ભાષી, વિવિધ ધર્મોમાં આસ્થા રાખનારા કર્મચારીઓમાં રાષ્ટ્રીય એકતા અને અખંડતા પ્રત્યેની ભાવનાને સુદ્રઢ કરીને ભાઈચારાની ભાવનાને વિકસીત કરવા માટે મંડળના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા આ આશયની પ્રતિજ્ઞા લેવામાં આવી.
મંડળ રેલ પ્રબંધક શ્રી જૈન એ ભારતીય રેલવેની પ્રગતિ માટે એક સમાન લક્ષ્યની સાથે એક ટીમના રૂપે કામ કરવા અને સામાજિક સદભાવ અને તમામ ધર્મોને સન્માન સુનિશ્ચિત કરવાની આવશ્યકતા પર ભાર મુક્યો.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1852892)