વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
પાટણ જિલ્લાના બે દિવસના પ્રવાસ અંગે કેન્દ્રીય મંત્રી શ્રી પિયુષ ગોયલે પત્રકારો સાથે સંવાદ કર્યો
પ્રધાનમંત્રી શ્રીએ પાંચ પ્રણ આપ્યા છે તેના ઉદાહરણ પાટણમાં જોવા મળ્યાઃ શ્રી ગોયલ
प्रविष्टि तिथि:
22 AUG 2022 7:38PM by PIB Ahmedabad
પાટણ જિલ્લાના પ્રવાસ દરમ્યાનની વિગતો બાબતે કેન્દ્રીય મંત્રી શ્રી પિયુષ ગોયલે મીડિયા મિત્રો સાથે સંવાદ કરીને જણાવ્યું હતુ કે કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને ડબલ એન્જિનની જેમ તેજ વિકાસ કરે અને તે લોકો સુધી પહોંચે તેનું ઉદાહરણ મને પાટણમાં જોવા મળ્યું છે.

શ્રી ગોયલે કહ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના પાંચ પ્રણ છે તે પાટણમાં જોવા મળ્યા છે. જૂની વિચારધારા બદલવી, આધુનિક ભારત, બધામાં કર્તવ્યભાવ, આધુનિક સ્ટાર્ટ અપ, પ્રાચીન ધરોહર પરનો ગર્વ વગેરે જોવા મળે છે.
તેમણે પાટણના પટોળા વિશે જણાવ્યું હતું કે પટોળા સાડી એ વિશ્વમાં પ્રખ્યાત છે તે ડિઝાઇન આજે જોવા મળી. શ્રી ગોયલે પટોળા બનાવતા પરિવારને મળીને તેમને જણાવ્યું હતું કે આ કલા કેવી રીતે જીવંત રાખવા કલા જીવંત રાખવા સરકાર બધી રીતે મદદ કરશે.

કેન્દ્રીય મંત્રી શ્રીએ કહ્યું, ‘ગુજરાતમાં પાટણ કઇ રીતે વિકાસ કરી રહ્યુ છે તેની એક ઝલક તેમજ આધુનિક ભારતની એક ઝલક આજે મને પાટણમાં જોવા મળી તે બદલ હુ મારી જાતને ધન્ય અનુભવું છું. પાટણમાં ગ્રામીણ વિસ્તારમાં ઘર પર જે તિરંગા લહેરાઈ રહ્યા છે અને જે રીતે હર ઘર તિરંગા અભિયાન ચલવવામાં આવ્યુ છે તે જોઈને પણ હું ખૂબ ખુશ થયો. ઘણાં વર્ષોથી રાણકી વાવ જોવાની મારી ઇચ્છા હતી તે આજે પુર્ણ થઈ છે. પાટણ જિલ્લાની આ બે દિવસીય મુલાકાત સફળ રહી તે બદલ વહીવટી તંત્રનો આભાર.’
કેન્દ્રીય વ્યાપાર અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલે મીડિયાના મિત્રો સાથે સંવાદ કર્યા બાદ મંત્રીશ્રીએ પાટણનાં પ્રવાસની પૂર્ણાહુતિ કરી હતી.
SD/GP/JD
(रिलीज़ आईडी: 1853675)
आगंतुक पटल : 177