રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

સોમનાથ સ્ટેશનના રિડેવલપમેન્ટના કામને કારણે ટ્રેનો નું સંચાલન વેરાવળથી થશે

Posted On: 25 AUG 2022 10:12PM by PIB Ahmedabad

સોમનાથ સ્ટેશનના પુનઃવિકાસનું કામ ચાલુ છે, પુનઃવિકાસના કામને ઝડપી બનાવવા માટે  રેલ્વે પ્રશાસન દ્વારા સોમનાથ સ્ટેશન પર જતી તમામ ટ્રેનો  ના આગમન/પ્રસ્થાન 01.09.2022 થી આગામી સૂચના સુધી વેરાવળ સ્ટેશનથી કરવામાં આવશે. જેના કારણે અમદાવાદથી સોમનાથ આવતી /જતી ટ્રેનોની વિગતો નીચે મુજબ રહેશે.

1.    ટ્રેન નંબર 19119/19120 અમદાવાદ-સોમનાથ-અમદાવાદ એક્સપ્રેસટ્રેન 01 સપ્ટેમ્બર 2022 થી અમદાવાદ અને વેરાવળ વચ્ચે દોડશે.

2.    2. ટ્રેન નંબર 11464/11466 જબલપુર – સોમનાથ એક્સપ્રેસ ટ્રેન 31 ઓગસ્ટ 2022 થી જબલપુર અને વેરાવળ વચ્ચે દોડશે.

3.    3. ટ્રેન નંબર 11463/11465 જબલપુર - સોમનાથ - જબલપુર એક્સપ્રેસ ટ્રેન 01 સપ્ટેમ્બર 2022 થી વેરાવળ અને જબલપુર વચ્ચે દોડશે.   

ટ્રેનોનાં સંચાલન, સમય, વિરામ  અને સંરચના  સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1854525)