ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
વાપીમાં ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ફોર્ટિફાઇડ ઘટકતત્વોની થેલેસેમિયા તથા સિકલસેલ એનિમિયાના દર્દીઓ પર અસર અંગે વર્કશોપ યોજાયો
ભારત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના નાયબ સચિવશ્રી એલ.પી.શર્મા સહિત ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ કનુભાઈ દેસાઈ, નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા
વર્ષ ૨૦૨૩-૨૪ સુધીમાં સરકારી યોજનાઓ હેઠળ ૭૧ લાખ રેશનકાર્ડ ધરાવતા ૩.૫ કરોડ લોકોને સામાન્ય ચોખાના સ્થાને ગુણકારી ફોર્ટિફાઇડ ચોખા આપવામાં આવશે
Posted On:
09 SEP 2022 4:04PM by PIB Ahmedabad
વાપીમાં અન્ન, નાગરિક અને ગ્રાહકોની બાબતોના વિભાગ, ગુજરાત સરકાર અને ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે ચલાની મેરીલ એકેડેમી ખાતે નાણાં,ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં અને ભારત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના નાયબ સચિવશ્રી એલ.પી.શર્મા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ફોર્ટિફાઇડ ઘટકતત્વોની થેલેસેમિયા તથા સિકલસેલ એનીમિયાના દર્દીઓ ઉપર થતી અસર અંગે જાણ જાગૃતિ વર્કશોપ યોજાયો હતો. આ કાર્યક્રમમાંઆદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહકોની સુરક્ષા વિભાગના મંત્રીશ્રી નરેશભાઈ પટેલ અને નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠાના રાજ્યકક્ષાના મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં થેલેસેમિયા અને સિકલસેલ એનીમિયા જેવા આનુવાંશિક રોગ પ્રત્યે જાગૃતિ લાવવા માટે વર્ષ ૧૯૯૫થી એક વિભાગ શરૂ કરવામાં આવ્યો હતો. ફોર્ટિફાઇડ ચોખા લોહતત્વની ગોળી કરતા વધુ ગુણકારી છે. તેમજ આ ચોખાના કોઈ ગેરફાયદા નથી, એનાથી માત્ર આરોગ્યમાં સુધારો જ થશે. વધુ મંત્રીશ્રી એ કહ્યું હતું કે, માત્ર આપણા જ દેશમાં કોરોનાકાળ દરમિયાન અનાજ માટે કોઈ અશાંતિ ફેલાય એવા બનાવો બન્યા નથી.

અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી નરેશભાઈ પટેલ ફોર્ટિફાઇડ ચોખાનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે, આદિવાસી વિસ્તારોમાં ચોખાના વધુ સેવનને કારણે થેલેસેમિયા અને સિકલસેલ એનીમિયા જેવા રોગ થાય છે તેથી વર્ષ ૨૦૨૩-૨૪ સુધીમાં સરકારી યોજનાઓ હેઠળ ૭૧ લાખ રેશનકાર્ડ ધરાવતા ૩.૫ કરોડ લોકોને સામાન્ય ચોખાના સ્થાને ગુણકારી ફોર્ટિફાઇડ ચોખા આપવામાં આવશે. આ ચોખા વિશે અનેક પ્રચાર પણ કરવામાં આવ્યા છે. પરંતુ આ ચોખા અદ્યતન લેબમાં બનાવવામાં આવે છે, ચોખાના લોટમાં લોહતત્વ, વિટામિન બી12 અને ફોલિક એસિડ જેવાં મહત્વના તત્વો ઉમેરી ફોર્ટિફાઇડ ચોખા બનાવવામાં આવે છે. તેથી તેનું વજન સામાન્ય ચોખા કરતા ઓછું હોય છે. વધુમાં એમને જણાવ્યું હતું કે, સરકાર માટે ૧ રૂપિયામાં નજીવા ભાવે ફોર્ટિફાઇડ મીઠું પણ આપવામાં આવે છે. સરકારનું ધ્યેય ગરીબોનું અનાજ સીધું ગરીબો સુધી જ પહોંચે એવું છે.
આ વર્કશોપમાં વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ, ધરમાલું ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ, કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્ર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાની, ભારત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના નાયબ સચિવશ્રી એલ.પી.શર્મા, ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના સચિવશ્રી સંજય મોદી, સંગઠન પ્રમુખ હેમંત કંસારા, વાપી નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કાશ્મીરા શાહ, સંગઠન મહામંત્રી શિલપેશ દેસાઇ, સસ્તા અનાજની દુકાનના દુકાનદારો, અને આંગણવાડી કાર્યકરો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.
YP/GP/JD
(Release ID: 1858040)