રેલવે મંત્રાલય
અમદાવાદ મંડળ પર 16 સપ્ટેમ્બરથી 02 ઓક્ટોબર સુધી સ્વચ્છતા પખવાડાની ઉજવણી કરવામાં આવી રહી છે
મંડળ રેલ પ્રબંધક શ્રી તરુણ જૈને અધિકારીઓ અને કર્મચારીઓને સ્વચ્છતાના શપથ લેવડાવ્યા
Posted On:
16 SEP 2022 5:23PM by PIB Ahmedabad
અમદાવાદ રેલવે મંડળ પર 'સ્વચ્છ ભારત-સ્વચ્છ રેલ' મિશન અંતર્ગત સ્વચ્છતા પખવાડાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પખવાડિયું 16 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2022 સુધી મનાવવામાં આવી રહ્યું છે. પખવાડિયાના પ્રથમ દિવસને 'સ્વચ્છ જાગૃતિ દિવસ' તરીકે મનાવવામાં આવ્યો.

મંડળ રેલ પ્રબંધક, અમદાવાદ શ્રી તરૂણ જૈન દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓને સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. શ્રી જૈને તમામ અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી દર વર્ષે 100 કલાક શ્રમદાન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. અમદાવાદ મંડળના તમામ મુખ્ય સ્ટેશનો પર સ્ટેશન મેનેજર દ્વારા રેલવેના તમામ કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટ સફાઈ કર્મચારીઓને સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા તથા તેમને સ્વચ્છતા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.
મંડળ રેલ્વે પ્રવક્તાએ માહિતી આપતા જણાવ્યું કે, આ પખવાડિયા દરમિયાન રેલ્વે સ્ટેશનોની સ્વચ્છતા અને ટ્રેનોમાં સાર્વજનિક ઉપયોગિતાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવશે. આ સાથે સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને સંપૂર્ણપણે નાબૂદ કરવા અને ઓફિસોમાં પ્લાસ્ટિકના ઉપયોગને નિરુત્સાહિત કરવા માટે દરેકને જાગૃત કરવામાં આવશે. આ પ્રસંગે અપર મંડળ રેલ પ્રબંધક શ્રી અનંત કુમાર, અપર મંડળ રેલ પ્રબંધક (ઇન્ફ્રા) શ્રી દયાનંદ સાહુ, વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી શ્રી હર્ષદ વાણિયા, વરિષ્ઠ મંડળ પર્યાવરણ અને ગૃહ વ્યવસ્થા પ્રબંધક શ્રી એસ.ટી. રાઠોડ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ તથા રેલ્વે કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
YP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1859868)