પ્રવાસન મંત્રાલય
azadi ka amrit mahotsav

એકતા નગર ખાતે ટુરિઝમ મંત્રાલય ભારત સરકાર દ્વારા ટુરિઝમ ઈન્ડસ્ટ્રી સ્ટેક હોલ્ડર્સની બેઠક યોજવામાં આવી


નર્મદા જિલ્લો હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે વિશ્વફલક પર છે, ત્યારે પ્રવાસન ક્ષેત્રે વધુ તકો ઉભી કરાશે

બેઠકમાં ભારત સરકારના ડિફેન્સ અને ટુરિઝમ રાજ્યમંત્રી શ્રી અજય ભટ્ટે સંબંધિત વ્યક્તિઓના પ્રતિભાવો સાંભળ્યા

Posted On: 07 OCT 2022 4:42PM by PIB Ahmedabad

નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે ટુરિઝમ મંત્રાલય ભારત સરકાર દ્વારા ટુરિઝમ ઈન્ડસ્ટ્રી સ્ટેક હોલ્ડર્સની બેઠક યોજાઈ ગઈ. આ બેઠકમાં નર્મદા જિલ્લામાં આવેલ હોટલના મલિક અને મેનેજર સહિત જિલ્લામાં હોમ સ્ટે  અને અન્ય રીતે પ્રવાસન ક્ષેત્રે જોડાયેલા વ્યક્તિઓ સાથે  જિલ્લામાં ટુરિઝમનો વિકાસ કેવી રીતે થાય તે મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બેઠકમાં હોટલ મેનેજમેન્ટને પડતી સમસ્યાઓ વિશે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. આ મિટિંગ કેન્દ્ર સરકારના ડિફેન્સ અને ટુરિઝમ મંત્રી અજય ભટ્ટની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. મંત્રી અજય ભટ્ટે તમામ સૂચનો સાંભળીને તેનો વહેલી તકે નિકાલ લાવવાના તમામ પ્રયત્નો કરવામાં આવશે તેવી ખાતરી પણ આપી હતી.

આ બેઠક માં હોટેલ મેનેજમેન્ટ સાથે જોડાયેલા વ્યક્તિઓ એ કેટલાક સૂચનો પણ કર્યા જેમાં જિલ્લામાં હોટેલ મેનેજમેન્ટને લગતો અભ્યાસક્રમ ભણાવતી સંસ્થા દ્વારા અહીં કેટલાક કોર્ષ ચાલુ કરાય જેથી સ્થાનિકો જ અહીં હોટલ વ્યવસાય સાથે જોડાય અને રોજગારી પણ મેળવી શકે. સાથેજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા પ્રવાસીઓ માટે રાત્રે અહીંના સ્થાનિકો દ્વારા સ્થાનિક નૃત્યના શૉ  કરવામાં આવે તથા ખુબજ મોટો વિશાળ સમુદ્ર તટ જેવું  સરદાર સરોવર છે તો ત્યાં વોટર સ્પોર્ટ્સને પણ પ્રોત્સાહન પ્રોત્સાહન આપવામાં આવે જેવી તંદુરસ્ત ચર્ચાઓ કરવામાં આવી. જેમાં મંત્રી શ્રી અજય ભટ્ટે તમામ સૂચનો સાંભળીને મોટાભાગના પ્રશ્નોનું નિરાકરણ રાજય સરકાર મારફતે જ આવી શકે અને તેનો વહેલી તકે નિકાલ લાવવાના તમામ પ્રયત્નો કરવામાં આવશે. રાજ્ય સરકારને પણ આ બાબતે જણાવવામાં આવશે તેવી ખાતરી પણ આપી હતી.

આ બેઠક માં પૂર્વ વન મંત્રી શ્રી શબ્દશરણ તડવી, પૂર્વ મહારાજા રઘુવીરસિહજી ગોહિલ તથા મોટી સંખ્યામાં હોટેલ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા વ્યક્તિઓ જોડાયા હતા.

મંત્રી શ્રી અજય ભટ્ટે આ બેઠક પહેલા વિશ્વની સહુથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીએ પહોંચી સરદાર સાહેબને વંદન કર્યા હતા અને દિવ્ય સ્વપ્ન સમા  પ્રોજેકટને બિરદાવ્યો હતો.

YP/GP/JD


(Release ID: 1865843)