રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

અમદાવાદ ડિવિઝન પર સ્વચાલિત ટિકિટ વેન્ડીંગ મશીન (એટીવીએમ) અનરિઝર્વ્ડ ટિકિટ વેચવા માટે સંયોજક (ફેસિલિટેટર)ની પસંદગી માટે અરજીની માંગણી

प्रविष्टि तिथि: 11 OCT 2022 5:34PM by PIB Ahmedabad

અમદાવાદ ડિવિઝનના અમદાવાદ, મણીનગર, સાબરમતી, કલોલ, મહેસાણા, પાટણ, પાલનપુર, ગાંધીધામ અને ભુજ સ્ટેશનો પર સ્વચાલિત ટિકિટ વેન્ડીંગ મશીન એટીએમ માટે સંયોજક અથવા ફેસિલિટેટરની પસંદગી માટે સેવાનિવૃત્ત રેલવે કર્મચારીઓ પાસેથી અરજીઓ આમંત્રિત કરવામાં આવી રહી છે.

સ્વચાલિત ટિકિટ વેન્ડીંગ મશીન (એટીવીએમ) મારફતે ટિકિટ આપવા માટે યોગ્ય સેવાનિવૃત્ત રેલવે કર્મચારીઓ 21/10/2022 સુધી પોતાની અરજી સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર, મંડળ રેલ પ્રબંધક કાર્યાલય, નરોડા રોડ, અસારવા, અમદાવાદમાં 10.30 કલાક થી 17.00 કલાક સુધી કામકાજના દિવસોમાં જમા કરાવી શકે છે. વધુ માહિતી માટે સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજરની કાર્યાલયમાં સંપર્ક કરવો.

YP/GP/JD


(रिलीज़ आईडी: 1866869) आगंतुक पटल : 158