સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

કન્ટ્રોલર ઑફ કોમ્યુનિકેશન એકાઉન્ટ્સની કચેરી દ્વારા સ્વચ્છતા માટે વિશેષ અભિયાન 2.0 હાથ ધરાયું

प्रविष्टि तिथि: 21 OCT 2022 3:59PM by PIB Ahmedabad

ઑક્ટોબર, 2022 દરમિયાન ભારત સરકારનાં તમામ મંત્રાલયો/વિભાગોમાં વિશેષ અભિયાન 2.0 હાથ ધરવામાં આવ્યું છે. આ વખતે દેશભરની ગૌણ/સંલગ્ન/ક્ષેત્ર કચેરીઓમાં પ્રવૃત્તિઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. 

આ ઝુંબેશના ભાગરૂપે સંચાર મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સની કન્ટ્રોલર ઑફ કોમ્યુનિકેશન એકાઉન્ટ્સની કચેરી દ્વારા હાથ ધરવામાં આવી હતી:

  1. સાબરમતી રિવરફ્રન્ટ પર ખાસ સ્વચ્છતા અભિયાન
  2. માત્ર તેમનાં ઘરો અને કાર્યસ્થળો પર જ નહીં પરંતુ જાહેર સ્થળોએ પણ સ્વચ્છતા જાળવણી અંગે સ્ટાફ અને સામાન્ય લોકોમાં જાગૃતિ લાવવાનું અભિયાન
     
     
  3. કચેરીના સ્ટાફે સ્વચ્છતાની પ્રતિજ્ઞા લીધી હતી
    .

    ઉપરોક્ત ઝુંબેશ ઉપરાંત, ઓફિસે કેટલીક શ્રેષ્ઠ પદ્ધતિઓ પણ અપનાવી છે:

     

  4. ગ્રાઉન્ડ ફ્લોર પર ખડકાયેલા ભંગારની સફાઈ કરવી અને તેને સારી રીતે સજ્જ ઈન્સ્પેક્શન ક્વાર્ટર્સમાં રૂપાંતરિત કરવું.

    1.                                     પહેલાં                                                           હવે

 

 

 

  1. વરિષ્ઠ નાગરિકો એટલે કે પેન્શનર્સની સેવા અને કાયાકલ્પ માટે પેન્શનર્સ લાઉન્જ.

           પહેલાં                                                                                હવે

 

 

 

 

 

 

 

 

3. લગભગ 70,000 ફાઇલો અને સર્વિસ બુકની ક્ષમતા સાથે અત્યાધુનિક ફાઇલ મેનેજમેન્ટ કોમ્પેક્ટર સિસ્ટમ.

4. ઓફિસ માટે ISO 9001:2015 સર્ટિફિકેશન તેના હિતધારકો માટે ઓફિસની પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવા માટે.

 

5. વેરિફાઇડ સોશિયલ મીડિયા હેન્ડલ્સ મારફતે હિતધારકો સુધી ડિજિટલ પહોંચ.

6. જૂનાં/નકામાં કમ્પ્યુટર્સ અને પેરિફેરલ્સને સ્ક્રેપ કરવા અને જવાબદારીપૂર્વક ઇ-વેસ્ટનો નિકાલ કરવો.

  1.  સમગ્ર ગુજરાતમાં પેન્શનર્સ અને ટેલિકોમ લાઇસન્સધારકો માટે નિયમિત ફિઝિકલ આઉટરીચ કાર્યક્રમોનું આયોજન કરવું.

પેન્શન અદાલત-રાજકોટ                               ટેલિકોમ આઉટરિચ પ્રોગ્રામ- અમદાવાદ

 

 

 

 

 

 

 

 

 

 

  1. ઓફિસના પરિસરની ખાસ સફાઈ માટે દર શુક્રવારે બપોરે નિયત સમય ફાળવવો.

 

સુશ્રી જયતી સમદર, આઈપી એન્ડ ટીએએફએસ ૧૯૯૭, સીસીએ ગુજરાતે સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો. તેમણે સ્ટાફના સભ્યોને માત્ર ઓફિસમાં જ નહીં, પરંતુ તેમનાં ઘરો અને જાહેર સ્થળોએ પણ સ્વચ્છ કામનું વાતાવરણ જાળવવા પ્રોત્સાહિત કર્યા હતા.

 

 

 

 


(रिलीज़ आईडी: 1869984) आगंतुक पटल : 446