માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

અરવલ્લી જિલ્લાના શામળાજીના મેળામાં કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત મતદાર જાગૃતિ અભિયાનને મળી રહ્યો છે ભવ્ય પ્રતિસાદ

Posted On: 08 NOV 2022 2:24PM by PIB Ahmedabad

લોકશાહીનો સૌથી મોટો અવસર અને ખાસ ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી ને અનુલક્ષી ને ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરોક્ષેત્રીય કાર્યાલય, પાલનપુર ગુજરાત દ્વારા પ્રસિદ્ધ શામળાજી મેળામાં આયોજિત મતદાર જાગૃતિ કાર્યક્રમ પાંચ દિવસીય ફોટો પ્રદર્શન તેમજ લોકસંપર્ક કાર્યક્રમમાં મેળામાં આવતા શ્રદ્ધાળુઓને મનોરંજન સાથે માહિતી તેમજ માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે આ પ્રસંગે વિવિધ મતદાન જાગૃતિ પ્રવુતિઓને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.

જિલ્લા કલેકટર શ્રી દ્વારા આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતોમતદાર જાગૃતિ માટે આયોજિત આ કાર્યક્રમમાં છેલ્લા બે દિવસથી કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા વિવિધ લોકજાગૃતિ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં મેળામાં આવતા શ્રદ્ધાળુઓ માટે કાર્યક્રમ સ્થળના મંચ પરથી વિવિધ સ્પર્ધાનું આયોજન કરી ઇનામ વિતરણ, મતદાતા શપથ, મતદાર જાગૃતિનો સંદેશો આપતા વિવિધ માહિતીસભર સાહિત્યનું વિતરણ, નિષ્ણાત તજજ્ઞોનું ઉદબોદન સાથે જ મનોરંજક નાટકો તેમજ કાર્યક્રમમાં આવતા દર્શકો ના પ્રતિભાવો પણ લેવામાં આવે છે.

વિશેષમાં આ વખતે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં વધારેમાં વધારે મતદારો પોતાની ભાગીદારી નોંધાવે એ માટે મુખ્ય ચૂંટણી અધિકારી ગુજરાત દ્વારા લોકશાહીનો અવસર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં ખાસ આ વખતે પ્રથમવાર મતદાન કરતા નવયુવાન ઉત્સાહ સાથે ચૂંટણીમાં ભાગીદાર બની મોટા પાયે મતદાન કરે એ માટે મતદાતા જાગૃતિ અભિયાન ખૂબ જ બહોળા પ્રમાણમાં આયોજનબદ્ધ રીતે ચલાવવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે વિશ્વપ્રસિદ્ધ શામળાજી મંદિર ખાતે કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા પાંચ દિવસીય ફોટો પ્રદર્શન તેમજ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા આયોજિત આ કાર્યક્રમ દ્વારા મોટી સંખ્યામાં મતદારોને જાગૃત કરવાનું તેમજ લોકશાહીના આ અવસરમાં કોઈ પણ મતદાતા પોતાનો કિંમતી મત આપવાથી ચૂકી ના જાય એના માટે સફળ પ્રયાસ કરી રહ્યું છે.

આ પ્રસંગે કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત પ્રચારના ભાગરૂપે શામળાજી તેમજ આજુબાજુના વિસ્તારોમાં ઉપસ્થિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, ગ્રામ્ય વિસ્તારોમાં મતદાર જાગૃતિ અંગે વિવિધ પ્રવુતિઓ દ્વારા આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

આ પ્રસંગે અરવલ્લી જીલ્લા વહીવટી તંત્ર તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા  આગામી દિવસોમાં અને ખાસ કરીને શામળાજીના મેળામાં આવતી જાહેર જનતા આ ફોટો પ્રદર્શન અને કાર્યક્રમો નિહાળે એ માટે વિશેષ અપીલ કરવામાં આવી રહી છે.

YP/GP/JD


(Release ID: 1874459)