પ્રધાનમંત્રીનું કાર્યાલય
બાલીમાં G-20 શિખર સંમેલન દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે પ્રધાનમંત્રીની મુલાકાત
પોસ્ટેડ ઓન:
16 NOV 2022 1:42PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બાલીમાં આયોજિત G-20 શિખર સંમેલન દરમિયાન કાર્યકારી લંચ વખતે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી એમેન્યુઅલ મેક્રોનની સાથે મુલાકાત કરી હતી.
બંને નેતાઓએ સંરક્ષણ, નાગરિક પરમાણુ, વેપાર અને રોકાણ જેવા વિવિધ ક્ષેત્રોમાં ચાલી રહેલા સહયોગની સમીક્ષા કરી. તેઓએ આર્થિક જોડાણના નવા ક્ષેત્રોમાં સહકારને વધુ ગાઢ બનાવવાનું પણ સ્વાગત કર્યું.
પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
YP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1876442)
મુલાકાતી સંખ્યા : 230
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam